Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરુડેશ્વર ખાતે વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિ ઉજવાઈ:1914માં નર્મદા કિનારે સમાધિ લીધી હતી, 112મો આરાધના મહોત્સવ

    23 hours ago

    રાજપીપળા: નર્મદા કિનારે આવેલા ગરુડેશ્વર તીર્થધામ ખાતે દત્ત સંપ્રદાયના સંત વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનો 112મો આરાધના મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે મહારાજની પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર 'દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ આ આધ્યાત્મિક વાતાવરણમાં દર્શનનો લાભ લીધો હતો. વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ નારેશ્વરમાં બિરાજમાન અવધૂત મહારાજના ગુરુજી હોવાથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા હતા. મહારાષ્ટ્રથી આવેલા ભક્તો સ્પેશિયલ બેન્ડ સાથે આવ્યા હતા, જેનું સંચાલન એક બાળકીએ કર્યું હતું. ગરુડેશ્વર દત્ત મંદિરના ટ્રસ્ટી નીતિન દેશપાંડેએ જણાવ્યું કે, સ્વામી મહારાજે 1914માં શ્રીક્ષેત્ર ગરુડેશ્વર ખાતે સમાધિ લીધી હતી. આ સ્થળ સમાધિ મંદિર તરીકે પણ ઓળખાય છે. તેમની 112મી પુણ્યતિથિ નિમિત્તે સવારે રુદ્ર અભિષેક અને પાલખી યાત્રા સહિત સાંજે 4 વાગ્યા સુધી વૈદિક પદ્ધતિથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિતના રાજ્યોમાંથી હજારો ભક્તો આ મહોત્સવમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    નશાના વેપારી સામે કડક એક્શન:જૂનાગઢમાં ત્રણ ગંભીર ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર ઈકબાલખાન પઠાણની PIT NDPS હેઠળ અટકાયત કરી ભુજની પાલારા જેલ ભેગો કરાયો.
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:ખારાશ રોકવા બનતો ટાઇડલર ડેમ બન્યો પડકાર, 9‎ગામોની 1.25 લાખ ચો. મી.જમીન‎ ડુબાણમાં જઇ શકે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment