Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનુબંધમ પોર્ટલ પર નોંધણી ફરજિયાત‎:અમરેલી ITIમાં રોજગાર ભરતીમેળો 17મીએ યોજાશે

    1 day ago

    અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આગામી 17 જુલાઈના રોજ સવારે 11:00 વાગ્યે લાઠી રોડ સ્થિત ITI અમરેલી ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું છે. ભરતીમેળામાં શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડ, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ તેમજ HDFC Life Insurance સહિતની કંપનીઓ વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની સીધી પસંદગી કરશે. ધોરણ-10 પાસથી લઈને અનુસ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા મહિલા અને પુરુષ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ઉમેદવારોએ પોતાના મૂળ શૈક્ષણિક પ્રમાણપત્રો, આધારકાર્ડ અને બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. આયોજકોએ ઉમેદવારોને ભરતીમેળા પહેલાં અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની અપીલ કરી છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના ફોન નંબર 02792-223394 પર સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    માય ભારત અભિયાનમાં યુવાનોને જોડવાનો લક્ષ્યાંક‎:નર્મદા જિલ્લા માય ભારત સલાહકાર સમિતિની જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક
    Next Article
    મકાન પર દરોડો પાડી રૂ.2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:રાજુલામાંથી એસઓજીએ 5 કિલો ગાંજા સાથે 1 શખ્સને ઝડપી પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment