Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મકાન પર દરોડો પાડી રૂ.2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:રાજુલામાંથી એસઓજીએ 5 કિલો ગાંજા સાથે 1 શખ્સને ઝડપી પાડ્યો

    1 day ago

    અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ અમરેલી એસઓજી ટીમે ખાનગી બાતમીના આધારે રાજુલાના બીડીકામદાર વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી સુકો ગાંજો તેમજ અન્ય મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. અમરેલી એસઓજીના પી.આઇ. બી.જી. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ રાજુલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બીડીકામદાર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી અંદાજે 5.003 કિલોગ્રામ સૂકા ગાંજા સાથે મથુર ધૈયાભાઈ શિયાળ (ઉંમર 60) નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. શખ્સ પાસેથી રૂપિયા 2 લાખ 50 હજાર 150ની કિંમતનો ગાંજાનો જથ્થો, એક ડિજિટલ વજનકાંટો તથા અન્ય સામાન મળી કુલ રૂપિયા 2,50,650નો મુદ્દામાલ કબજે લીધે હતો.
    Click here to Read More
    Previous Article
    અનુબંધમ પોર્ટલ પર નોંધણી ફરજિયાત‎:અમરેલી ITIમાં રોજગાર ભરતીમેળો 17મીએ યોજાશે
    Next Article
    પસંદગી પામેલા ઉમેદવારોને રહેવા-જમવાનું મફત‎:સંરક્ષણ અને પોલીસ ભરતી માટે 30 દિ'નો નિઃશુલ્ક નિવાસી તાલીમવર્ગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment