Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રાનો આખો રૂટ વાહનો માટે બંધ રહેશે:વાહન પણ પાર્ક નહીં કરી શકાય

    23 hours ago

    ગુરુવારે નીકળનારી ભગવાન જગન્નાથની 149 મી રથયાત્રાના કારણે જગન્નાથ મંદિરથી રથયાત્રાનો આખા રૂટ વાહન ચાલકો માટે બંધ રહેશે. જેની સામે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. 11 રૂટ પર એએમટીએસની બસ રહેશે. 6 રૂટ ટૂંકાવવામાં આવ્યા છે. 76 રૂટ પર બસોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વૈકલ્પિક રૂટ - ખમાસાથી જમાલપુર જવા રાયખડ ચાર રસ્તાથી વિક્ટોરિયા ગાર્ડન થઈ રિવરફ્રન્ટનો ઉપયોગ કરવો. - કાલુપુર-સરસપુર જવા ચામુંડાબ્રિજ, અસારવા બ્રિજ થઈ ઇદગાહ સર્કલ તરફ જઈ શકાશે. - દિલ્હી ચકલા તરફ જવાના બદલે ઇન્કમટેક્સ થઈ ગાંધીબ્રિજ અથવા દધિચી બ્રિજ થઈ જઈ શકાશે. - કાલુપુર રેલવે સ્ટેશન જવા સારંગપુર સર્કલ ઉતરીને ચાલીને જઈ શકાશે. આ રસ્તા બંધ રહેશે? જગન્નાથ મંદિર, જમાલપુર ચકલા, ખમાસા, આસ્ટોડિયા, રાયપુર, કાલુપુર, સરસપુર, દિલ્હી ચકલા, શાહપુર અને માણેકચોક સુધીનો રથયાત્રાનો સમગ્ર રૂટ વાહનોની અવરજવર માટે સંપૂર્ણ બંધ રહેશે. તેમજ આસ્ટોડિયા, ખાડિયા, પ્રેમદરવાજા, જોર્ડન રોડ, આખા રૂટ પર ક્યાંય પાર્કિંગ પણ નહીં કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:ISRO અમદાવાદ તૈયાર કરી રહ્યું છે ‘સેટેલાઈટ આધારિત એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ’, હવાના પ્રદૂષણની અગાઉથી જ માહિતી મળશે
    Next Article
    આજે રથયાત્રા:પહેલીવાર વાંચો... ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષા બ્લૂપ્રિન્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment