Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ISRO અમદાવાદ તૈયાર કરી રહ્યું છે ‘સેટેલાઈટ આધારિત એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ’, હવાના પ્રદૂષણની અગાઉથી જ માહિતી મળશે

    1 day ago

    વૈશ્વિક ક્લાયમેટ ચેન્જ અને વાયુ પ્રદૂષણની સમસ્યાઓ સામે લડવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર દ્વારા G20 સેટેલાઇટ મિશન વિકસાવવામાં આવી રહ્યું છે. આ સ્પેસ મિશન ખાસ કરીને વૈશ્વિક સ્તરે હવામાનની બદલાતી સ્થિતિ અને હવાની ગુણવત્તા સચોટ દેખરેખ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એક જ પ્લેટફોર્મ પરથી પ્રદૂષણ અને હવામાનના સચોટ ડેટા મેળવવા માટે આ એક અત્યંત પ્રભાવશાળી વૈશ્વિક પહેલ સાબિત થશે. અત્યાર સુધી પ્રદૂષણ વધી ગયા પછી એલર્ટ મળતા હતા, પરંતુ આ સિસ્ટમ વાયુ પ્રદૂષણના સોર્સને લાઈવ ટ્રેક કરશે. આગામી 5 વર્ષમાં ગેમ ચેન્જર બનશે નવું મિશન હાલમાં આ મિશનના તમામ સાધનો ડેવલપમેન્ટના એડવાન્સ સ્ટેજમાં છે, જ્યારે તેના કેટલાક લાઈવ ડેટા અત્યારથી જ ઇસરોના વેબ પોર્ટલ મોસદાક અને વેદાસ પર ઉપલબ્ધ છે. આગામી સમયમાં ભારત પર સતત કલાક-દીઠ નજર રાખવા માટે જિયોસ્ટેશનરી સેટેલાઇટ પણ આ સિસ્ટમમાં જોડાશે. આગામી 5 વર્ષમાં આ ટેક્નોલોજી ભારતમાં પબ્લિક હેલ્થ સુધારવા, પ્રદૂષણના નિયમો કડક કરવા અને સેટેલાઇટ વેરિફાઇડ ડેટા આધારિત ટાઉન પ્લાનિંગ કરવામાં ગેમ-ચેન્જર સાબિત થશે, જે ‘’વિકસિત ભારત 2047’’ ના વિઝનને વેગ આપશે. - સૌમ્ય સરકાર , ડિરેક્ટર , ઈસરો અમદાવાદ એક જ પ્લેટફોર્મ પર ચાર સેન્સર્સનું અદભુત જોડાણ - પોલારીમીટર : હવામાં રહેલા રજકણો ના પ્રકાર અને તેની લાક્ષણિકતાની તપાસ. - ગ્રીનહાઉસ ગેસ સેન્સર : વાતાવરણમાં થતા કાર્બન ઉત્સર્જન, ઝેરી વાયુ ટ્રેક કરશે. - હાઇ-રિઝોલ્યુશન ફાયર મેપર : ખેતરોમાં પરાળ સળગાવવાની કે જંગલની આગના ચોક્કસ લોકેશનને પિનપોઇન્ટ કરશે. - ટેમ્પરેચર-હ્યુમિડિટી સાઉન્ડર : વાતાવરણમાં તાપમાન અને ભેજ પ્રોફાઇલિંગનું મૂલ્યાંકન કરશે.
    Click here to Read More
    Previous Article
    કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં શ્રદ્ધાળુઓ માટે લાલબત્તી સમાન કિસ્સો:મોબાઈલમાં ઓશોના ફોટા સાથેના મેસેજથી ચીને કથાકારને બોર્ડર પરથી જ ડિપોર્ટ કર્યા
    Next Article
    રથયાત્રાનો આખો રૂટ વાહનો માટે બંધ રહેશે:વાહન પણ પાર્ક નહીં કરી શકાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment