Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં શ્રદ્ધાળુઓ માટે લાલબત્તી સમાન કિસ્સો:મોબાઈલમાં ઓશોના ફોટા સાથેના મેસેજથી ચીને કથાકારને બોર્ડર પરથી જ ડિપોર્ટ કર્યા

    1 day ago

    કૈલાસ-માનસરોવર યાત્રા પર જતા યાત્રાળુઓ માટે ચેતવણીરૂપ એક ઘટના સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના શિવમહાપુરાણના એક જાણીતા કથાકારે નામ જાહેર ન કરવાની શરતે દાવો કર્યો છે કે ચીનની સરહદ પર સુરક્ષા તપાસ દરમિયાન તેમના મોબાઇલમાં કોઈએ મોકલેલો ઓશો રજનીશના ફોટા સાથેનો મેસેજ મળી આવતા અધિકારીઓએ તેમનો વિઝા પરમિટ રદ કરી યાત્રાની મંજૂરી આપી નહોતી. અધિકારીઓએ તેમને બોર્ડર પરથી ડિપોર્ટ કર્યા હતા. તેમણે ભાસ્કરને જણાવ્યુ કે હું અગાઉ અનેક વખત માનસરોવર યાત્રા કરી ચૂક્યો છું, પરંતુ પ્રથમ વખત મારી પરમિટ રદ કરી છે. કથાકારે વધુમાં એવો દાવો કર્યો કે દલાઈ લામા સંબંધિત ફોટા અથવા પોસ્ટ અંગે ચીનના અધિકારીઓ અત્યંત સંવેદનશીલ વલણ રાખે છે. ચીને યાત્રા માટેના નિયમ વધુ કડક કર્યા ચીને વિઝા-પરમિટ નિયમો કડક કરી દસ્તાવેજો, સામાન અને મોબાઈલની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ભીડ નિયંત્રણ માટે હવે આગામી યાત્રા ઓક્ટોબરમાં શરૂ થવાની સંભાવના છે. સ્વચ્છતા જાળવવા સરોવરમાં સ્નાન પર પ્રતિબંધ સ્વચ્છતા જાળવવા સરોવરમાં ઉતરીને સ્નાન કરવા કે સાબુ વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. યાત્રાળુઓ હવે માત્ર હાથમાં પાણી લઈને જ પવિત્ર સ્નાન કે અભિષેક કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:જે શાળામાં 18 હજાર ફી ભરી ધો.10 બોર્ડની પરીક્ષા આપી, તેની માન્યતા જ નથી, LCમાં બીજું જ નામ!
    Next Article
    સિટી એન્કર:ISRO અમદાવાદ તૈયાર કરી રહ્યું છે ‘સેટેલાઈટ આધારિત એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ’, હવાના પ્રદૂષણની અગાઉથી જ માહિતી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment