Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:જે શાળામાં 18 હજાર ફી ભરી ધો.10 બોર્ડની પરીક્ષા આપી, તેની માન્યતા જ નથી, LCમાં બીજું જ નામ!

    1 day ago

    ભૂતિયા વિદ્યાર્થીઓ તો જોયા, પરંતુ હવે અમદાવાદમાં આખી 'ભૂતિયા શાળા'નું કૌભાંડ પકડાયું છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી અને બાઈ જીવકોર લલ્લુભાઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગ્રાન્ટેડ શ્રીમતી પી.બી.ડી. જોષી હાઈસ્કૂલમાં શિક્ષણના નામે મોટો વેપલો ચાલી રહ્યો છે. આ શાળાના સંચાલકોએ બોર્ડની મંજૂરી વિના 'સુભારતી શાળા' નામની એક કથિત ભૂતિયા ખાનગી શાળા ઊભી કરી દીધી અને ધોરણ-10ના વિદ્યાર્થીઓને તેમાં પ્રવેશ આપી દીધો.દિવ્ય ભાસ્કર ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે, વાલીઓ પાસેથી ખાનગી શાળાના નામે રૂ. 18 હજારની માતબર ફી વસૂલવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને આઈકાર્ડ પણ કથિત 'સુભારતી શાળા'ના જ અપાયા હતા. પરંતુ ખેલ એ હતો કે, આ વિદ્યાર્થીઓને ભણવા માટે નિયમિત રીતે ગ્રાન્ટેડ એવી શ્રીમતી પી.બી.ડી. જોષી હાઈસ્કૂલના વર્ગખંડોમાં જ બેસાડવામાં આવતા હતા. સરકારી રેકોર્ડમાં આ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાના વિદ્યાર્થીઓ તરીકે જ દર્શાવવામાં આવ્યા છે! આ જ કૌભાંડ હેઠળ વિદ્યાર્થીઓએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષા પણ આપી અને પાસ પણ થઈ ગયા. ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર થયાને બે મહિના વીતી ગયા છે, પરંતુ આ ગેરરીતિ અને અનિયમિતતા બહાર આવી જવાની બીકે વિદ્યાર્થીઓને હજુ સુધી અસલ માર્કશીટ આપી નથી. વિદ્યાર્થીઓને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ફર્સ્ટ એટેમ્પ્ટ સર્ટિફિકેટ શ્રીમતી પી.બી.ડી. જોષી હાઈસ્કૂલના નામે જ પકડાવી દેવાયું છે. કાયદો શું કહે છે? શાળાની માન્યતા રદ થઈ શકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1972ની કલમ 31 મુજબ નિયમભંગ કરનાર શાળા સામે કડક કાર્યવાહી થઈ શકે છે. કલમ 31(1): નોંધણી વિના કોઈ પણ ધોરણનું શિક્ષણ આપી શકાય નહીં. કલમ 31(4): જે ધોરણ ચલાવવું હોય તે માટે બોર્ડની નોંધણી ફરજિયાત છે. કલમ 31(9): તપાસ બાદ શિક્ષણ બોર્ડ આવી શાળાનું નામ રજિસ્ટરમાંથી અસ્થાયી અથવા કાયમી માન્યતા રદ કરી શકે છે. ભાસ્કર એક્સપ્લેનર - સંચાલકોએ ગોટાળો કેવી રીતે કર્યો? વિદ્યાર્થીઓ-વાલીઓની આપવીતી બે મહિનાથી માર્કશીટ નથી આપી: "બોર્ડનું પરિણામ આવ્યાને બે મહિના થયા છે. સ્કૂલ પાસે માર્કશીટ માગી તો કહ્યું કે બે મહિના પછી આવશે. " - હર્ષિલ ગણેશભાઈ પટેલ, વિદ્યાર્થી પ્રવેશ અનુદાનિતમાં, ફી ખાનગીની: "પિતા સ્કૂલે ગયા ત્યારે અનુદાનિત શાળા તરીકે એડમિશન આપ્યું હતું. પાછળથી કહ્યું કે તમારે પ્રાઈવેટ શાળાની ફી ભરવી પડશે. - સીયા કિરીટભાઈ પરમાર, વિદ્યાર્થીની બંને શાળાના બાળકો એક જ ક્લાસમાં: "અનુદાનિત અને ખાનગી બંને શાળાના વિદ્યાર્થીઓને એક જ વર્ગમાં બેસાડતા હતા. એડમિશન જુદી જુદી શાળાના નામે આપ્યું, પણ વિદ્યાર્થીઓને એકસાથે બેસાડતા હતા."- દીપ જયેન્દ્રકુમાર પરમાર, વિદ્યાર્થી સર્ટિમાં સુભારતી સ્કૂલનું નામ જ ગાયબ: સ્કૂલે ફર્સ્ટ એટેમ્પ્ટ સર્ટિફિકેટ આપ્યું, તેમાં સુભારતી સ્કૂલનું નામ નહોતું, પરંતુ પી.બી.ડી. સ્કૂલનું નામ હતું. વિદ્યાર્થીઓના ક્યારેય ગ્રૂપ ફોટો નહોતા પડાવતા, પેરેન્ટ્સના વોટ્સએપ ગ્રૂપ પણ જુદા રાખતા હતા.- યશભાઈ ભટ્ટ, વિદ્યાર્થીની વંશિકાના પિતા ફી સુભારતીની, LC પી.બી.ડી.નું: "મારા ધ્યાનમાં મારા જેવા 9 વિદ્યાર્થી છે, જેમની ફી સુભારતી સ્કૂલના નામે લેવાઈ. ફીની રસીદ, યુનિફોર્મ, આઈકાર્ડ, બધું સુભારતીના નામે હતું, પરંતુ એલ.સી. (LC) પી.બી.ડી. જોષી સ્કૂલનું આપવામાં આવ્યું.- વ્યોમ દોષી, વિદ્યાર્થી હજુ સુધી કાયમી મંજૂરી મળી નથી અમે સુભારતીમાં ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ કાર્ય ચલાવીએ છીએ. કામચલાઉ મંજૂરી મળેલી છે, કાયમી મંજૂરીની રાહ છે. ડીઈઓએ લેખિતમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓનાં બોર્ડનાં ફોર્મ પી.બી.ડી. જોષી શાળામાંથી ભરવા મંજૂરી આપી હતી. - હિમાંશુ પરીખ, સેક્રેટરી, જે.એલ. ટ્રસ્ટ
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન મંદિર 2 દિવસ રથયાત્રા કાઢશે:પશ્ચિમમાં 5 મોટી રથયાત્રા, ઇસ્કોન, મેમનગર અને ત્રિપદા સ્કૂલથી નિકળશે
    Next Article
    કૈલાસ માનસરોવરની યાત્રાએ જતાં શ્રદ્ધાળુઓ માટે લાલબત્તી સમાન કિસ્સો:મોબાઈલમાં ઓશોના ફોટા સાથેના મેસેજથી ચીને કથાકારને બોર્ડર પરથી જ ડિપોર્ટ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment