Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં દારૂ માફિયાઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી:ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડતી સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર 'નિલ્યો ઘોડો' સહિત 2 ઝડપાયા, 5 દિવસના રિમાન્ડ

    7 hours ago

    દક્ષિણ ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર કારોબાર અને સંગઠિત ગુનાખોરી સામે વલસાડ જિલ્લા પોલીસે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી હાથ ધરી છે. દમણ, દાદરા અને નગર હવેલી તેમજ મહારાષ્ટ્રની સરહદ મારફતે ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરતી સિન્ડિકેટ સામે પારડી પોલીસ મથકે પ્રથમ વખત ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધાતા બુટલેગર લોબીમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર નિલેશ ઉર્ફે 'નિલ્યો ઘોડો' સહિત બે આરોપીઓની ધરપકડ કરી સુરતની સ્પેશિયલ કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સુરત રેન્જના આઈજીપી પ્રેમવીર સિંહના માર્ગદર્શન અને વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ એલસીબીના પીઆઈ એ.યુ. રોઝની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ લાંબા સમયથી સંગઠિત રીતે દારૂની હેરાફેરી, ધાકધમકી, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા. અગાઉ અનેક કેસોમાં ચાર્જશીટ થયા બાદ જામીન પર છૂટીને તેઓ ફરી ગેરકાયદે નેટવર્ક સક્રિય કરી દેતા હતા. આથી પોલીસે ગુજસીટોકની કલમ ૩(૧)(૨), ૩(૨) અને ૩(૪) હેઠળ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર નિલેશ ઉર્ફે નિલ્યો ઘોડો બિરેન્દ્રસિંહ ઠાકુર (રાજપૂત, રહે. ઓરવાડ, પારડી, મૂળ ઉત્તર પ્રદેશ) અને તેનો સાગરીત કિરણ ઉર્ફે છનિયો બાબુભાઈ પટેલ (રહે. ભેંસરોલ, નાની દમણ) નો સમાવેશ થાય છે. સિન્ડિકેટના સભ્યો સામે ગંભીર ગુનાઓનો લાંબો ઇતિહાસ ડીવાયએસપી (વાપી) બી.એન. દવેના નેતૃત્વ હેઠળ હવે રિમાન્ડ દરમિયાન સમગ્ર સિન્ડિકેટના સપ્લાય નેટવર્ક, દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને કોને પહોંચાડવામાં આવતો હતો તેની તપાસ થશે. ઉપરાંત ડુપ્લિકેટ નંબર પ્લેટ અને વાહનો ઉપલબ્ધ કરાવનારા લોકો, ગેંગને મદદરૂપ અન્ય સભ્યો તેમજ ગેરકાયદે કમાણીથી ખરીદવામાં આવેલી બેનામી મિલકતો અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. વલસાડ પોલીસની આ આક્રમક કાર્યવાહીને કારણે સરહદી વિસ્તારોમાં સક્રિય બુટલેગરો અને સંગઠિત ગુનાખોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. પોલીસનું માનવું છે કે ગુજસીટોક હેઠળની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા નેટવર્કને મોટો ફટકો પડશે અને ભવિષ્યમાં આવા સંગઠિત ગુનાઓ પર અસરકારક નિયંત્રણ સ્થાપિત કરવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુનામાં 115 આરોપીની અટકાયત:જેતપુરમાં વ્યાજખોરે 24 લાખ સામે 41 લાખ પડાવી વધુ 24 લાખની માંગ કરી બાદમાં ફરિયાદીની દીકરી અને ભાણેજ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ માંગણી કરી
    Next Article
    Masculinity or negative aura farming: What do people really think of Thar drivers?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment