Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુનામાં 115 આરોપીની અટકાયત:જેતપુરમાં વ્યાજખોરે 24 લાખ સામે 41 લાખ પડાવી વધુ 24 લાખની માંગ કરી બાદમાં ફરિયાદીની દીકરી અને ભાણેજ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ માંગણી કરી

    8 hours ago

    રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ દ્વારા વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વ્યાજખોર જયેશ ભૂતની ધરપકડ કરી તેના ઘરે તપાસ કરતા 35 લાખની કિંમતના અલગ અલગ 10 ચેક મળી આવ્યા છે જે કબ્જે કરી ફરિયાદીને પરત અપાવવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી દ્વારા આરોપી વ્યાજખોરને 24 લાખ સામે 41 લાખ ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂપિયાની માંગ કરી ફરિયાદીની દીકરી અને ભાણેજ વિશે અભદ્ર મેસેજ કરી અભદ્ર માંગણી કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, જેતપુરના અશોક રાઠોડ દ્વારા વર્ષ 2018થી 2021 દરમિયાન દુકાનના કામકાજ માટે, બહેનના લગ્ન માટે અને માતાની સારવાર માટે જયેશ ભૂત નામના વ્યાજખોર પાસેથી કટકે-કટકે 24 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને અહીંથી શરૂ થયો હતો વ્યાજખોરીનો ખતરનાક ખેલ. આ સમયે માસિક 2% વ્યાજ લેખે અશોક રાઠોડ જયેશ ભુતને રૂ.48,000 ચુકવતા હતા તેમજ કટકે કટકે અંદાજિત રૂ.41 લાખ જેટલી રકમ જયેશ ભુતને ચૂકવવામાં આવી હતી આમ છતાં જયેશ ભુત દ્વારા વધુ અને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે, રૂ.41 લાખ ચૂકવ્યા બાદ પણ આરોપી જયેશ ભૂત દ્વારા વધુ 24 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ઉઘરાણી માટે જયેશ ભુત અશોક રાઠોડની દુકાન પર પણ પહોંચી જતો હતો તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી પઠાણી ઉઘરાણી પણ કરતો હતો. જો કે મામલો અહીં અટક્યો નહીં અને બાદમાં અશોક રાઠોડ અને તેના પરિવારજનોના નામના આશરે 10 બેંક ચેક બળજબરીથી લઈ લેવામાં આવ્યા હતાં તેમજ તે જુદા જુદા ચેકમાં અંદાજે 35 લાખ રૂપિયા જેટલી રકમ પણ જયેશ ભુત દ્વારા ભરવામાં આવી હતી જે ચેક પર અશોક રાઠોડ અને તેના પરિવારના સભ્યોની સહી પણ લઈ લેવામાં આવી હતી. વર્ષ 2025માં અશોક રાઠોડની બહેનના પતિનું અવસાન થતા અશોક રાઠોડ દોઢ મહિના માટે પોતાના વતન રાજસ્થાન ગયો હતો. તે સમયે પણ જયેશ ભુત દ્વારા ઉઘરાણીના ફોન કરવામાં આવતા હતા. જયેશ ભુત દ્વારા ફોન અને મેસેજ કરીને અશોક રાઠોડની દીકરી તેમજ ભાણીને લઈને અભદ્ર ટિપ્પણી તથા અભદ્ર માંગણી કરવામાં આવતી હતી. મામલો માત્ર પૈસાની ઉઘરાણી સુધી સીમિત ન રહેતા જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચતા અશોક રાઠોડે આખરે કંટાળીને ફરિયાદ નોંધાવતા જેતપુર પોલીસે આરોપી જયેશ ભૂત વિરુધ્ધ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીના ઘરે તપાસ હાથ કરતા તપાસ દરમિયાન પોલીસને અશોક રાઠોડ અને તેના પરિવારજનોના નામના આશરે 10 બેંક ચેક મળી આવ્યા છે. હવે પોલીસ આ ચેક તેમજ નાણાકીય વ્યવહારો અને સમગ્ર ઉઘરાણીની કડીને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની તપાસ દરમિયાન જયેશ ભૂત દારૂ પીધેલી હાલતમાં મળી આવતા તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. આમ વર્ષ 2026માં અત્યાર સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ 57 જેટલી ફરિયાદ નોંધી 115 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દેગામ આશ્રમશાળાના 136 બાળકો ઘૂંટણસમા પાણીમાં ભણવા મજબૂર:પાટડીમાં એક અઠવાડિયાથી શાળા પરિસરમાં પાણી ભરાયા, જીવજંતુઓ અને ઝેરી જીવોનો ઉપદ્રવ બાળકો માટે જોખમી
    Next Article
    વલસાડમાં દારૂ માફિયાઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી:ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડતી સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર 'નિલ્યો ઘોડો' સહિત 2 ઝડપાયા, 5 દિવસના રિમાન્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment