Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેગામ આશ્રમશાળાના 136 બાળકો ઘૂંટણસમા પાણીમાં ભણવા મજબૂર:પાટડીમાં એક અઠવાડિયાથી શાળા પરિસરમાં પાણી ભરાયા, જીવજંતુઓ અને ઝેરી જીવોનો ઉપદ્રવ બાળકો માટે જોખમી

    8 hours ago

    પાટડી તાલુકાની દેગામ આશ્રમશાળામાં છેલ્લા એક અઠવાડિયાથી 136 વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળા પરિસરમાં પાણી ભરાવાને કારણે બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ માત્ર આ વર્ષ પૂરતી નથી. છેલ્લા દસેક વર્ષથી ચોમાસામાં ભારે વરસાદને કારણે આશ્રમશાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ અંગે પંચાયતને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ રેસીડેન્શિયલ શાળામાં ગરીબ, આર્થિક રીતે નબળા અને વાલીવિહોણા બાળકો ધોરણ 1થી 8માં અભ્યાસ કરે છે. રાત્રી દરમિયાન પાણી ભરાવાને કારણે જીવજંતુઓ અને ઝેરી જીવોનો ઉપદ્રવ પણ વધી જાય છે, જે બાળકો માટે જોખમી છે. પાણી નિકાલ ન થવા પાછળનું કારણ આશ્રમશાળાની આસપાસ થયેલા બાંધકામો છે, જેના કારણે પાણીનો પ્રવાહ અવરોધાય છે. બાળકોને શૌચાલય અને સ્નાનગૃહ સુધી પહોંચવા માટે પણ કાદવ-કિચડમાંથી પસાર થવું પડે છે, જેનાથી તેમની દૈનિક પ્રવૃત્તિઓમાં મુશ્કેલી પડે છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત માથેથી વરસાદી વાદળો ગાયબ,:હવે રવિવાર સુધી ઝાપટાંની આગાહી, કિન્નરોનાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જમાઈને બચાવવા જતાં સસરા અને સાળાનાં કરૂણ મોત
    Next Article
    રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુનામાં 115 આરોપીની અટકાયત:જેતપુરમાં વ્યાજખોરે 24 લાખ સામે 41 લાખ પડાવી વધુ 24 લાખની માંગ કરી બાદમાં ફરિયાદીની દીકરી અને ભાણેજ વિશે અભદ્ર ટિપ્પણી તેમજ માંગણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment