Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેમિલી કોર્ટના છૂટાછેડાના આદેશ ઉપર સ્ટે આપતી હાઈકોર્ટ:પત્નીએ ફેમિલી કોર્ટના હુકમ વિરુદ્ધ અપીલ દાખલ કરી, અપીલની તારીખે જ પતિએ બીજા લગ્ન કર્યા હતા

    14 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં આવેલ કેસ મુજબ ફેમિલી કોર્ટે આપેલાં છૂટાછેડાના આદેશ સામે પત્નીએ જે દિવસે અપીલ કરી, એ જ દિવસે પતિએ બીજાં લગ્ન કરી લીધાં હતાં. હાઇકોર્ટ સમક્ષ આ મામલો પહોંચતા હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે પતિએ જે સમયનો ઉપયોગ કર્યો છે તે એક રીતે પત્નીના છૂટાછેડાને પડકારવાના હક ઉપર તરાપ છે. તેથી જ્યાં સુધી પત્નીએ કરેલી અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી છૂટાછેડાના આદેશ પર સ્ટે આપવામાં આવે છે. કોર્ટે ભરણપોષણના 40 લાખ ચુકવવાનો હુકમ કર્યો હતો આ કેસને વિગતે જોતા 15 મે, 2024ના રોજ પતિને ફેમિલી કોર્ટે છૂટાછેડાનો આદેશ આપ્યો હતો અને છૂટાછેડા ક્રૂરતાના ગ્રાઉન્ડ પર અપાયા હતા. છૂટાછેડાના આદેશ સાથે કોર્ટે ભરણપોષણ પેટે કુલ 40 લાખ ચુકવવાનો હુકમ કર્યો હતો. જે પૈકી 25 લાખ પત્ની અને 15 લાખ પુત્રની તબીબી સારવાર માટે હતા. પુત્રને કીડનીની બીમારી હોઇ તેને ડાયાલિસિસ સહિતના ખર્ચ માટે આ આદેશ કરવામાં આવ્યો હતો. પતિએ 11 જુલાઇએ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા ત્યારબાદ પત્નીએ છૂટાછેડાનો આદેશ પડકાર્યો હતો અને 24મે, 2024ના રોજ તેને આદેશની નકલ મળતાં તેણે 11મી જુલાઇએ અપીલ નોટરાઇઝડ કરાવી હતી અને 15 જુલાઇએ તે દાખલ કરી દીધી હતી. જોકે પતિએ પત્નીની અપીલ દાખલ થાય એની રાહ પણ જોઇ નહોતી અને 11 જુલાઇએ જ બીજી મહિલા સાથે લગ્ન કરી લીધાં હતાં. આ લગ્નની નોંધણી 15મી જુલાઇએ થઇ હતી, જે દિવસે અપીલ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. પતિએ ફેમિલી કોર્ટના આદેશ અનુસાર ભરણપોષણના 40 લાખ પણ ચુકવી દીધાં હતાં. બીજા લગ્નના પગલે છૂટાછેડાના આદેશ પર સ્ટેની માંગ કરી આ મામલે પત્નીએ હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલી ફર્સ્ટ અપીલ ઉપરાંત એક સ્પેશિયલ અરજી કરી હતી અને પતિ દ્વારા કરવામાં આવેલાં બીજા લગ્નના પગલે છૂટાછેડાના આદેશ પર સ્ટેની માંગ કરી હતી. પત્નીના એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે કોઇ પણ વ્યક્તિ ઉતાવળિયા લગ્ન કરીને કોઇના પણ છૂટાછેડાના આદેશ સામે અપીલ કરવાના કાયદેસરના વિકલ્પ ઉપર તરાપ મારી શકે નહીં. સુપ્રીમ કોર્ટે પણ આ મતનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ પતિના એડવોકેટની દલીલ હતી કે સુપ્રીમ કોર્ટના તાજેતરના એક ચુકાદા અન્વયે જો કોઇ વ્યક્તિ છૂટાછેડા સામેની અપીલ પેન્ડિંગ હોય એ દરમિયાન બીજા લગ્ન કરી લે, તો એ લગ્ન અમાન્ય થઇ જતાં નથી. આવા સંજોગોમાં ફેમિલી કોર્ટના આદેશના અમલના ભાગરૂપે પતિએ ભરણપોષણની પૂર્ણ રકમ ચુકવી દીધી હોય ત્યારે છૂટાછેડાના આદેશ પર રોક લગાવી શકાય નહીં. આ આદેશ માત્રને માત્ર ફેમિલી કોર્ટના આદેશ પર સ્ટે માટેનો છે: હાઈકોર્ટ હાઈકોર્ટે હાલના સંજોગોમાં બીજા લગ્નની માન્યતા અંગે કોઇ નિર્ણય લીધો નથી. પરંતુ કોર્ટે પતિએ કરેલા બીજા લગ્નના સમયને શંકાસ્પદ જણાવ્યું હતું. સાથે જ જ્યાં સુધી પત્નીની અપીલનો અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી છૂટાછેડા પર સ્ટે મૂક્યો છે. જો કે હાઇકોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ આદેશ માત્રને માત્ર ફેમિલી કોર્ટના આદેશ પર સ્ટે માટેનો છે અને એના અવલોકન પ્રાથમિક છે. અલબત્ત આ આદેશ મૂળ અપીલની કાર્યવાહીમાં કોઇ રીતે બાધક રહેશે નહીં. પતિએ બીજા લગ્ન કરી પત્નીને કાયદેસરના હકથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હાઇકોર્ટે એમ પણ કહ્યું છે કે પ્રવર્તમાન કાયદાકીય જોગવાઇઓ મુજબ છૂટાછેડા સામે અપીલ કરનારને કાયદાકીય રક્ષણ મળેલું છે, અન્યથા અપીલ અર્થહિન બની જાય. છૂટાછેડાનો કેસ જીતનાર પક્ષે બીજા લગ્ન કરતાં પહેલાં એ ચકાસણી કરવાની ફરજ છે કે બીજી વ્યક્તિએ તે આદેશ સામે અપીલ કરી છે કે કેમ ? પ્રસ્તુત કેસમાં પતિએ ઉતાવળે બીજા લગ્ન કરી પત્નીને તેના કાયદેસરના હકથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો ડેટા લીક:હેકર્સે કંટ્રોલ રૂમનું લેઆઉટ, સપ્લાયર્સની યાદી ડાર્ક વેબ પર મૂકી
    Next Article
    સમી કોલેજમાં કાલિદાસ જયંતીની ઉજવણી:'શાકુંતલમ્' ફિલ્મ પ્રદર્શન દ્વારા મહાકવિને ભાવાંજલિ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment