Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટનો ડેટા લીક:હેકર્સે કંટ્રોલ રૂમનું લેઆઉટ, સપ્લાયર્સની યાદી ડાર્ક વેબ પર મૂકી

    16 hours ago

    ભારતના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કુડનકુલમ સાથે સંકળાયેલા હજારો દસ્તાવેજો લીક થઈ ગયા છે. રોઇટર્સ અનુસાર, હેકર્સ ગ્રુપ ‘વર્લ્ડ લીક્સ’એ ડાર્ક વેબ પર આ દસ્તાવેજો અપલોડ કરવાનો દાવો કર્યો છે. તેમાં પાવર પ્લાન્ટના કેટલાક ભાગોના બ્લુપ્રિન્ટ, સપ્લાયર્સની માહિતી અને અન્ય રેકોર્ડ સાર્વજનિક કરવામાં આવ્યા છે. તમિલનાડુના કુડનકુલમ પ્રોજેક્ટમાં સામેલ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે નિવેદન આપીને પુષ્ટિ કરી. રિલાયન્સ ગ્રુપે જણાવ્યું કે થર્ડ-પાર્ટી ડેટા સેન્ટર કંપની ‘યોટ્ટા’નું સર્વર હેક થયું હતું. આ ઘટનાની જાણકારી સરકારને આપી દેવામાં આવી છે. જોકે કંપનીએ એ જણાવ્યું નથી કે કયો ડેટા પ્રભાવિત થયો હતો. મે મહિનામાં સર્વર હેક થયું હતું, જૂનમાં દસ્તાવેજો લીક થવાનો દાવો કરવામાં આવ્યો. તેની જાણકારી હવે સામે આવી છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) રિલાયન્સ સાથે મળીને મામલાની સમીક્ષા કરી રહ્યું છે. જ્યારે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ પણ આ ડેટા લીકની તપાસ કરી રહી છે. ડેટા લીક કેવી રીતે થયું, 6 મુદ્દામાં સમજો… સર્વરમાંથી ડેટા લીક કેટલો ખતરનાક? રોયટર્સના રિપોર્ટ અનુસાર, પરમાણુ સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે જો ડાર્ક વેબ પર હાજર આ દસ્તાવેજો અસલી હોય, તો તેના દ્વારા કોઈ હુમલાખોર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સહાયક સિસ્ટમ, સપ્લાય ચેઇન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સારી રીતે સમજી શકે છે, જેનાથી સુરક્ષા જોખમ વધી શકે છે. ડાર્ક વેબ શું છે, જ્યાં ડેટા અપલોડ કરવામાં આવ્યો? ડાર્ક વેબ ઇન્ટરનેટનો તે ભાગ છે, જેને સામાન્ય બ્રાઉઝર (જેમ કે- ક્રોમ, એજ કે સફારી) થી ખોલી શકાતો નથી. તેને એક્સેસ કરવા માટે ટોર બ્રાઉઝર જેવા વિશેષ બ્રાઉઝરની જરૂર પડે છે. આ ઇન્ટરનેટનો છુપાયેલો ભાગ છે. અહીં વેબસાઇટ્સ અને યુઝર્સ પોતાની ઓળખ છુપાવીને કામ કરી શકે છે. હેક કરાયેલ ડેટા, રેન્સમવેર, ગેરકાયદેસર ખરીદ-વેચાણ અને સાયબર અપરાધના કામ અહીં થાય છે. તેથી જ્યારે કોઈ હેકર ડેટા ચોરી કરે છે, ત્યારે તે ઘણીવાર તેને ડાર્ક વેબ પર વેચવાનો અથવા સાર્વજનિક કરવાનો પ્રયાસ કરે છે. 2019માં પણ સાયબર હુમલો થઈ ચૂક્યો છે વર્ષ 2019માં પણ કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના વહીવટી નેટવર્કમાં ઉત્તર કોરિયા સાથે સંકળાયેલા હેકર જૂથનો માલવેર મળ્યાની પુષ્ટિ થઈ હતી. તે સમયે NPCILએ કહ્યું હતું કે પ્લાન્ટની ઓપરેશનલ સિસ્ટમ પ્રભાવિત થઈ ન હતી. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે? 1. યુરેનિયમમાંથી ઊર્જા બને છે રિએક્ટરમાં યુરેનિયમ ઇંધણનો ઉપયોગ થાય છે. યુરેનિયમના પરમાણુ તૂટવાથી (ન્યુક્લિયર ફિશન) ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે. 2. પાણી ગરમ થઈને વરાળ બને છે આ ગરમી પાણીને ગરમ કરે છે. પાણી વરાળમાં રૂપાંતરિત થાય છે. 3. વરાળ ટર્બાઇન ફેરવે છે તીવ્ર દબાણવાળી વરાળ ટર્બાઇનને ફેરવે છે. 4. ટર્બાઇનમાંથી વીજળી બને છે ટર્બાઇન સાથે જોડાયેલ જનરેટર ફરે છે અને વીજળી ઉત્પન્ન કરે છે. 5. વરાળ ફરી પાણી બની જાય છે ઉપયોગ કર્યા પછી વરાળને ઠંડી કરીને ફરીથી પાણી બનાવવામાં આવે છે. આ જ પાણી ફરીથી રિએક્ટરમાં ઉપયોગમાં લેવાય છે.
    Click here to Read More
    Previous Article
    મમતા બોલ્યા-ભાજપ ઈચ્છતી હતી કે મને હાર્ટ એટેક આવી જાય:હું ત્યાં સુધી જીવતી રહીશ, જ્યાં સુધી તેમનો અંત ન થાય
    Next Article
    ફેમિલી કોર્ટના છૂટાછેડાના આદેશ ઉપર સ્ટે આપતી હાઈકોર્ટ:પત્નીએ ફેમિલી કોર્ટના હુકમ વિરુદ્ધ અપીલ દાખલ કરી, અપીલની તારીખે જ પતિએ બીજા લગ્ન કર્યા હતા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment