Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી કોલેજમાં કાલિદાસ જયંતીની ઉજવણી:'શાકુંતલમ્' ફિલ્મ પ્રદર્શન દ્વારા મહાકવિને ભાવાંજલિ અપાઈ

    15 hours ago

    પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં કાલિદાસ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહાકવિ કાલિદાસને 'શાકુંતલમ્' ચલચિત્રના પ્રદર્શન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કાલિદાસના કાવ્યત્વ અને નાટ્યકલાથી પરિચિત કરાવવાનો હતો. કૉલેજના સેમિનાર હોલ ખાતે મહાકવિ કાલિદાસના નાટક ‘અભિજ્ઞાનશાકુંતલમ્’ પર આધારિત ફિલ્મ ‘શાકુંતલમ્’ નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રદર્શન દરમિયાન શકુંતલા અને રાજા દુષ્યંતની પ્રણયકથા, પ્રકૃતિ સાથેનો તેમનો સંબંધ અને ઋષિ કણ્વના આશ્રમનું વાતાવરણ દર્શાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ ફિલ્મ નિહાળી કાલિદાસની સર્જનશક્તિ, ભારતીય મૂલ્યો અને પ્રકૃતિપ્રેમનો અનુભવ કર્યો. કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. ખુશ્બુ પ્રતિક મોદી, કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આયોજનમાં સહયોગ આપ્યો હતો. ફિલ્મ પ્રદર્શન બાદ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો વચ્ચે નાટક અને તેના પાત્રો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા કૉલેજે ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસારમાં યોગદાન આપવાનો પ્રયાસ કર્યો.
    Click here to Read More
    Previous Article
    ફેમિલી કોર્ટના છૂટાછેડાના આદેશ ઉપર સ્ટે આપતી હાઈકોર્ટ:પત્નીએ ફેમિલી કોર્ટના હુકમ વિરુદ્ધ અપીલ દાખલ કરી, અપીલની તારીખે જ પતિએ બીજા લગ્ન કર્યા હતા
    Next Article
    Waste facility in Kullu park: Matter pending before high court, green tribunal adjourns hearing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment