Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરતા ટ્રસ્ટે અરજી પરત ખેંચી:કોર્ટે કહ્યું- આ અરજી ટકવા પાત્ર જ નથી, હવે આરાસુરી અંબાજી ટ્રસ્ટ સમક્ષ કરશે રજૂઆત

    8 hours ago

    પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં નવરાત્રિ દરમિયાન યોજાતી પરંપરાગત રાત્રિ પૂજાની મંજૂરી મેળવવાનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અમદાવાદના નરોડા વિસ્તારના 'જય સીયારામ સુંદરકાંડ પરિવાર સેવા ટ્રસ્ટ' દ્વારા રાજ્ય સરકાર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા કલેક્ટરને પક્ષકાર બનાવીને એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અરજી પરની મહત્વની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું હતું કે, આરાસુરી અંબાજી ટ્રસ્ટનો હુકમ એ કોઈ સરકારી હુકમ નથી, તેથી આ પ્રકારની અરજી સીધી હાઇકોર્ટમાં ટકી શકે નહીં. કાયદાકીય ગૂંચને પગલે આખરે અરજદારના વકીલે પોતાની અરજી પરત ખેંચી લીધી છે. ટ્રસ્ટના ઓર્ડર સામે ચેરિટી કમિશનરમાં અપીલ કરો ગુજરાત હાઇકોર્ટમાં યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને જણાવ્યું હતું કે, તેઓ મંદિર ટ્રસ્ટના હુકમ સામે હાઇકોર્ટમાં આવ્યા છે. જો ટ્રસ્ટના નિર્ણયથી કોઈ વાંધો હોય, તો ચેરિટી કમિશનર સમક્ષ કાયદેસરની અરજી કરવી પડે. અદાલતે આદેશ આપ્યો હતો કે અરજદાર હવે સીધા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સમક્ષ જ પોતાની વિધિવત રજૂઆત કરશે અને ટ્રસ્ટ તેની પર ગુણદોષના આધારે યોગ્ય નિર્ણય લેશે. ગર્ભગૃહ સૌથી પવિત્ર જગ્યા, સુરક્ષાના કારણે મંજૂરી મર્યાદિત: સરકારી વકીલ સુનાવણી દરમિયાન સરકારી વકીલે શક્તિપીઠ અંબાજીની સુરક્ષા અને પવિત્રતાનો મુદ્દો રજૂ કરતા જણાવ્યું હતું કે, રાત્રિ પૂજાની માંગ કરનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. આ પૂજા મંદિરના સૌથી પવિત્ર એવા ગર્ભગૃહના ભાગમાં થાય છે, જ્યાં દેશના અતિ વિશિષ્ટ (VIP) લોકોને પણ જવાની મંજૂરી હોતી નથી. અરજદારને મંજૂરી ન આપવા પાછળ ચોક્કસ સુરક્ષાના કારણો છે અને ફક્ત આ એક જ અરજદારને બાકાત રાખવામાં આવ્યા હોય તેવું નથી, ગયા વર્ષે પણ તેમને મંજૂરી મળી ન હતી. વળી, દર વખતે મંજૂરી મળવી જ જોઈએ તેવો કોઈ નિયમ નથી. 30ને બદલે હવે માત્ર 9 ટ્રસ્ટોને જ પરવાનગી અરજદાર ટ્રસ્ટ તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, અગાઉ અંબાજીમાં આશરે ૩૦ જેટલા ટ્રસ્ટોને રાત્રિ પૂજાની મંજૂરી આપવામાં આવતી હતી, પરંતુ હવે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ સંખ્યા ઘટાડીને માત્ર 9 ટ્રસ્ટની કરી દેવાઈ છે. આ પૂજા નાગર બ્રાહ્મણોના વિશિષ્ટ પંથ દ્વારા કરવામાં આવે છે અને તે વર્ષો જૂની અલૌકિક પરંપરા છે. તેમના મતે, અગાઉ મંજૂરી મળી હોવા છતાં આ વખતે નકારાતા તેમની સાથે અન્યાય થયો છે. સરકારી વકીલે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, શરૂઆતમાં માત્ર 3 ટ્રસ્ટને જ મંજૂરી હતી, જે વધારીને 9 કરાઈ છે પરંતુ, ઘણીવાર સાચા વર્ષોથી પૂજા કરતા નાગર બ્રાહ્મણો કોણ છે તે ઓળખવું મુશ્કેલ બને છે, કારણ કે ટ્રસ્ટોમાં આંતરિક ફાંટા પડતા નવું ટ્રસ્ટ ઊભું થઈ જાય છે. વળી, સામાન્ય ભક્તો માટે આ પૂજા સમયે મંદિર બંધ રાખવું પડતું હોવાથી મંદિર પ્રશાસન આપખુદ લાગે તે પણ યોગ્ય નથી. જે લોકો પરંપરાગત રીતે જોડાયેલા છે તેમને પારદર્શક પ્રક્રિયાથી જ મંજૂરી અપાય છે. રાત્રિ પૂજાના કડક નિયમો અને સુરક્ષા અંગે ગંભીર આક્ષેપો દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે મર્યાદિત મંડળોને રાત્રિ પૂજાની પરવાનગી અપાય છે, તેના માટે કડક નિયમો નક્કી કરાયેલા છે: જોકે, કોર્ટ રૂમમાં થયેલી ચર્ચા દરમિયાન અરજદારે આક્ષેપ કર્યો હતો કે, જે 'હાટકેશ્વર ટ્રસ્ટ'ને મંજૂરી અપાઈ છે, તેમની સામે અગાઉની રાત્રિ પૂજા વખતે ગેટ પર સિક્યુરિટી સ્ટાફ સાથે અભદ્ર ભાષામાં વાત કરવાની સત્તાવાર ફરિયાદ થયેલી છે. આ ઉપરાંત અન્ય ત્રણ ટ્રસ્ટોને સરકારની વિશેષ ભલામણથી મંજૂરી મળી હોવાનો દાવો પણ કરાયો હતો. જોકે, અદાલતે આ બાબતોનો વાતચીતથી ઉકેલ લાવવા અને યોગ્ય ફોરમ પર જવા નિર્દેશ આપી મામલો પૂર્ણ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂ.25 લાખની છેતરપિંડી:આરોપી જુના દાગીના નવા બનાવી આપવાનું કહીં 720 ગ્રામ સોનુ લઈ ગયો'તો, 80 લાખમાંથી માત્ર 55 લાખ પરત આપ્યા
    Next Article
    બોટાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:શાંતિપૂર્ણ માહોલ જાળવવા 175થી વધુ કર્મીઓ તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment