Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂ.25 લાખની છેતરપિંડી:આરોપી જુના દાગીના નવા બનાવી આપવાનું કહીં 720 ગ્રામ સોનુ લઈ ગયો'તો, 80 લાખમાંથી માત્ર 55 લાખ પરત આપ્યા

    9 घंटे पहले

    રાજકોટના રાધાનગર વિસ્તારમાં રહેતાં બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂ.25 લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ મનપાનો કોન્ટ્રાકટર જુના દાગીના નવા બનાવી આપવાનું કહીં 720 ગ્રામ સોનુ પડાવી ગીરવે મૂકી દીધા હોવાનું સામે આવતા બનાવ અંગે પોલીસે 80 લાખમાં સમાધાન કરાવી દિધા બાદ આરોપીએ 55 લાખ પરત આપી બાકીના 25 લાખ પરત આપવામાં ગલાતલા કરી હાથ ઊંચા કરી દેતાં હેતલબેન તુષારભાઈ પરસાણા (ઉ.વ.43)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શક્તિ રમેશ રાઠોડનું નામ આપતાં માલવીયાનગર પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝીરો ટકા મજુરીએ નવા દાગીના બનાવી સ્કીમ આપી ફરિયાદીએ જણાવ્યું હતું કે, હાલમાં તે ઘરેથી જ શીવહેતુ મેકઓવ નામથી બ્યુટીપાર્લરનું કામકાજ કરી સાથે કોસ્મેટીકની વસ્તુઓનુ પણ વેચાણ કરે છે. જાન્યુઆરી 2025માં તેમની મિત્ર મારફત તેના પિતરાઈ ભાઈ શકિત રાઠોડનો સંપર્ક થયો હતો તે કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ રાખવાનું કામ તથા કોસ્મેટીક આઈટમ લેવેચનું તથા શ્રી રામ પંજાબી ચાઈનીઝ એન્ડ ઢોસા જેવા અલગ અલગ ધંધા કરે છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી 2025માં શકિત રાઠોડએ જણાવ્યું કે, તેના એક મિત્ર સોનાના જુના દાગીનાના બદલામાં ઝીરો ટકા મજુરીએ નવા દાગીના બનાવી આપવાની સ્કીમ ચલાવે છે. જેથી તેની વાતમાં આવી ઘરમાં પડેલ દાગીના પૈકી બેથી ત્રણ દાગીના આપ્યા હતા જે પૈકી બે દાગીના નવા જેવા કરી પરત આપીને વિશ્વાસ કેળવ્યો હતો. 720 ગ્રામ સોનું જુનામાંથી નવા દાગીના બનાવવા લઈ ગયો ત્યારબાદ તે દાગીના પણ શક્તિ રાઠોડ પરત લઇ અને ધીરે-ધીરે ઘરમાં પડેલ સોનાના દાગીના ઉપરાંત લોકરમાં પડેલ સોનાના દાગીના કુલ વજન 720 ગ્રામ જુનામાંથી નવા દાગીના બનાવવા માટે લઇ ગયો હતો. આ તમામ સોનાના દાગીના લઈ જવા સમયે આરોપીએ જણાવ્યું હતું કે, તમારે તાત્કાલિક જરૂર પડે તો 10થી 12 દિવસમાં આપી દેશે બાકી નવા તૈયાર થઇ જશે એટલે તરત તમને આપી દઈશ. ત્યારબાદ નવેમ્બર 2025માં એક લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી સોનાના દાગીનાની જરૂર પડતા શક્તિ રાઠોડને નવા દાગીના આપી જવા જણાવ્યું હતું પરંતુ આપી ગયો ન હતો. સોનાના દાગીના પરત ન આપતા પરિવારજનોને જાણ કરી આ પછી અનેક વખત ફોન તથા રૂબરૂમાં દાગીનાની માંગણી કરતા 3 ચેન અને 1 જોડી બુટી પરત આપી હતી. ત્યારબાદ બાકીના દાગીના 620 ગ્રામ તે અનેક વખત આપી જવા માટે જણાવીએ તો હજી નવા દાગીના તૈયાર થયા નથી, તૈયાર થઇ જાય એટલે મારે તમારા દાગીના આપી જ દેવાના છે એવા વાયદાઓ આપતો હતો. આમ છતાં સોનાના દાગીના પરત ન આપતા પરિવારજનોને જાણ કરી હતી. અનેક વખત ફોન કર્યા બાદ આ શક્તિ રાઠોડએ તા.10 ડિસેમ્બર 2025ના લેખિતમાં કાગળ ઉપર બાહેંધરી આપી હતી કે, તમને તમારા સોનાના દાગીના તા.17 ડિસેમ્બર 2025ના આપી દઈશ. સોનાના દાગીના યદુનંદન મંડળી તેમજ અન્ય જગ્યાએ ગીરવે મૂક્યા ત્યારબાદ તા.17 ડિસેમ્બર, 2025 થી તા.24 ડિસેમ્બર, 2025 સુધીમાં અનેક વખત ફોન ઉપર તથા રૂબરૂમાં સોનાના દાગીના કઈ જગ્યાએ બનાવવા આપ્યા છે ત્યાં લઇ જવા કહ્યું ત્યારે અંતે આ શક્તિ રાઠોડએ જણાવ્યું કે, તેને આ સોનાના દાગીના યદુનંદન નામની મંડળી તેમજ અન્ય જગ્યાએ ગીરવે મૂકેલા છે અને તે તમામ જગ્યાએ રૂપિયા ભર્યા બાદ દાગીના પરત મળશે. જેથી જે જગ્યાએ સોનાના દાગીના ગીરવે મુકેલ ત્યાં લઈ જવા જણાવ્યું તો ત્યાં પણ લઇ ગયો નહિ અને આજે મળશે કાલે મળશે, હજી મારા રૂપિયા આવેલ નથી તે આવશે એટલે રૂપિયા ભરીને તરત છોડાવી આપીશ તેવા બહાના બનાવતો હતો. 80 લાખમાંથી 55 લાખ આપ્યા, 27 લાખ ન આપી છેતરપિંડી આચરી આ પછી પોલીસ કમિશ્નરને અરજી કરતાં પોલીસ મથકે સોનાના બદલે રોકડ રૂ.80 લાખ આપવાનું નક્કી થયું હતું જે બાદ આરોપીએ રૂ.55 લાખ આપ્યાં પછી બાકીના રૂ.25 લાખ ન આપી છેતરપિંડી આચરતાં આખરે ફરીયાદ નોંધાવવામાં આવતા બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    એચ.એ. કોલેજમાં સોશિયલ મીડિયા પર વક્તવ્ય યોજાયું:યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર અંગે ચર્ચા
    Next Article
    અંબાજીમાં રાત્રિ પૂજાની માંગ કરતા ટ્રસ્ટે અરજી પરત ખેંચી:કોર્ટે કહ્યું- આ અરજી ટકવા પાત્ર જ નથી, હવે આરાસુરી અંબાજી ટ્રસ્ટ સમક્ષ કરશે રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment