Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ.એ. કોલેજમાં સોશિયલ મીડિયા પર વક્તવ્ય યોજાયું:યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર અંગે ચર્ચા

    10 hours ago

    ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા “સોશિયલ મીડિયા અને યુવાઓનું માનસિક સ્વાસ્થ્ય” વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે સંબોધન કર્યું હતું. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસરો હોય છે. કોઈપણ વ્યક્તિની કુશળતા અથવા સિદ્ધિઓ રજૂ કરવા માટે સોશિયલ મીડિયા એક ઉત્તમ માધ્યમ બની શકે છે.જોકે, તેના વધુ પડતા ઉપયોગથી માનસિક સ્વાસ્થ્ય બગડવાનો ભય રહે છે. યુવાનોમાં ભણવામાં ધ્યાન ન રહેવું, એકાગ્રતાનો અભાવ, ઊંઘ ન આવવી, ચીડિયાપણું, આત્મકેન્દ્રિત થવું, હતાશા અને ચિંતા જેવી સમસ્યાઓ જોવા મળે છે. વધુ પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી યુવાનો અન્ય લોકો સાથે પોતાની સરખામણી કરવા લાગે છે, જે તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોબાઈલનો સ્ક્રીન ટાઈમ એટલો વધી જાય છે કે સામાન્ય જીવનશૈલી પર તેની અસર પડે છે અને લાગણીવિહીન થવાનો પણ ભય રહે છે. તેમણે ઉમેર્યું હતું કે, જો વિવેકબુદ્ધિથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે તો જરૂરી માહિતી મેળવી શકાય છે અને સંબંધો પણ જાળવી શકાય છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી કરીને ચર્ચાને જીવંત બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    NIMCJ માં નવા વિદ્યાર્થીઓનો સ્વાગત સમારોહ યોજાયો:સિનિયર વિદ્યાર્થીઓએ BAJMC ની નવી બેચને આવકારી
    Next Article
    બ્યુટી પાર્લર સંચાલિકા સાથે રૂ.25 લાખની છેતરપિંડી:આરોપી જુના દાગીના નવા બનાવી આપવાનું કહીં 720 ગ્રામ સોનુ લઈ ગયો'તો, 80 લાખમાંથી માત્ર 55 લાખ પરત આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment