Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એડમિશન:NIMCJ માં BAJMC ઓનર્સ ચોથા વર્ષના પ્રવેશ શરૂ

    1 day ago

    અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં બેચલર ઓફ આર્ટસ (જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) BAJMC ઓનર્સના ચોથા વર્ષના અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ અભ્યાસક્રમ માટે NIMCJ એકમાત્ર માન્ય સંસ્થા છે. સંસ્થાના નિયામક પ્રો. (ડો.) શિરીષ કાશીકરે પ્રવેશ પ્રક્રિયાની વિગતો આપતા જણાવ્યું હતું કે, BAJMCના છ સેમેસ્ટર પૂર્ણ કરનાર અને ઓનર્સ ડિગ્રી માટે આગળ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે. ઓનર્સ ડિગ્રી માટે અગાઉના છ સેમેસ્ટરમાં કોઈ બેકલોગ ન હોવો જોઈએ. જ્યારે ઓનર્સ રિસર્ચ માટે અગાઉના તમામ સેમેસ્ટરમાં સરેરાશ ૭૫% ગુણ મેળવેલા હોવા ફરજિયાત છે. જુલાઈથી શરૂ થનારા ચોથા વર્ષના અભ્યાસક્રમમાં મીડિયા રિસર્ચ, પોડકાસ્ટ પ્રોડક્શન, મીડિયા સ્ટાર્ટઅપ, ડિફેન્સ કમ્યુનિકેશન, સાયન્સ કમ્યુનિકેશન, મીડિયા AI ટૂલ્સ, ડિજિટલ મીડિયા માર્કેટિંગ, VFX, સિનેમેટોગ્રાફી, ડેટા એનાલિટિક્સ, રિસર્ચ પદ્ધતિઓ અને ઇન્ડસ્ટ્રી આધારિત રિસર્ચ પ્રોજેક્ટ્સ, તેમજ એશિયન મીડિયા પર્સપેક્ટિવ જેવા વિષયો નિષ્ણાતો દ્વારા શીખવવામાં આવશે. ઓનર્સ રિસર્ચની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓ સીધા પીએચડી સંશોધનમાં પ્રવેશ મેળવી શકશે. ગુજરાત અને ગુજરાત બહારની યુનિવર્સિટીઓના BAJMCના ત્રણ વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ પણ આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્ર છે. પ્રવેશ પ્રક્રિયા અને સંસ્થાની વધુ વિગતો માટે www.nimcj.org અથવા 07600068443 પર સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન અભિયાન શરૂ:જનજાગૃતિ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો; સૂકાં, ભીના, જોખમી કચરા વિશે માર્ગદર્શન
    Next Article
    ખેડૂતો માટે નર્મદા ડેમમાંથી 15000 ક્યુસેક પાણી છોડાયું:મુખ્યમંત્રીના આદેશથી ઉનાળુ પાકોની સિંચાઈ માટે કેનાલમાં પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment