Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ નગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન અભિયાન શરૂ:જનજાગૃતિ માટે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો; સૂકાં, ભીના, જોખમી કચરા વિશે માર્ગદર્શન

    1 day ago

    ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે ઘન કચરા વ્યવસ્થાપન નિયમો-2026 અંતર્ગત જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, જે.બી. મોદી પાર્ક નજીક આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ, ધારાસભ્ય સહિતના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જનજાગૃતિ અભિયાન હેઠળ, નાગરિકોને ઘરમાંથી નીકળતા કચરાનું ચાર પ્રકારમાં વિભાજન કરવા, કચરો ખુલ્લામાં ન ફેંકવા તેમજ કચરો ન સળગાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ માહિતીપ્રદ બેનરો અને સૂચના ફલકો સ્થાપિત કરીને લોકોને સૂકો કચરો, ભીનો (બાયોડિગ્રેડેબલ) કચરો, ઘરેલું જોખમી કચરો અને સેનિટરી કચરાનું અલગ-અલગ સંગ્રહ કરવાની અપીલ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કચરાના યોગ્ય નિકાલ દ્વારા પર્યાવરણનું સંરક્ષણ અને શહેરની સ્વચ્છતા જાળવવાનો છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, કચરાનું સ્ત્રોત પર જ વિભાજન કરવાથી રિસાયક્લિંગ પ્રક્રિયાને વેગ મળશે, લેન્ડફિલ પરનો ભાર ઘટશે અને સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશોને પણ બળ મળશે. તેમણે નાગરિકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બની સ્વચ્છ અને હરિયાળું ભરૂચ બનાવવા માટે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    તુલસી કુંજ સિનિયર સિટીઝન ગ્રુપે કરી તીર્થ યાત્રા:ચાણોદ, કરનાળી, કુબેર ભંડારી અને ત્રિમંદિરની મુલાકાત લીધી
    Next Article
    એડમિશન:NIMCJ માં BAJMC ઓનર્સ ચોથા વર્ષના પ્રવેશ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment