Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી ટ્રસ્ટની બાળકોને સહાય:સરકારી શાળાના વિદ્યાર્થીઓને 15,000 ચોપડાનું વિનામૂલ્યે વિતરણ

    19 hours ago

    મોરબીના નવલખી રોડ પર આવેલા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક સેવાકીય પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા મોરબીની વિવિધ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે 15,000 ફુલસ્કેપ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમ અંતર્ગત એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલની તમામ વિદ્યાર્થીનીઓને શાળા સંચાલકોની ઉપસ્થિતિમાં ચોપડા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વી.સી. હાઈસ્કૂલ, એન.જી. મહેતા હાઈસ્કૂલ સહિત મોરબી શહેર અને તાલુકાની અન્ય સરકારી શાળાઓમાં પણ મંદિરના સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા ચોપડાનું વિતરણ કરાયું હતું. શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ ભક્તો દ્વારા મળતી તમામ આવકનો ઉપયોગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરે છે. જેમાં મંદિરમાં ચાલતું સાર્વજનિક દવાખાનું, ગાયો માટે ઘાસચારો, ગરીબ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન અને નવરાત્રી મહોત્સવ જેવા અનેક કાર્યોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન માટે ફાંસીની માગ:2020 દિલ્હી રમખાણોમાં IB અધિકારી અંકિત શર્માની હત્યામાં દોષિત, સજાની જાહેરાત આજે
    Next Article
    સુરેન્દ્રનગર ગુરુકુલમાં નિદાન કેમ્પનું સફળ આયોજન:1300 વિદ્યાર્થીઓ, 100 હરિભક્તોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment