Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન માટે ફાંસીની માગ:2020 દિલ્હી રમખાણોમાં IB અધિકારી અંકિત શર્માની હત્યામાં દોષિત, સજાની જાહેરાત આજે

    18 hours ago

    આઈબી અધિકારી અંકિત શર્મા હત્યાકાંડમાં પૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિતો માટે દિલ્હી પોલીસે ફાંસીની સજાની માગ કરી છે. દિલ્હીની કડકડડૂમા કોર્ટમાં સજા પર દલીલો ચાલી રહી છે. કડકડડૂમા કોર્ટે 13 જુલાઈએ તાહિર હુસૈન, નાઝિમ, કાશિમ, અનસ અને જાવેદને હત્યા, અપહરણ, રમખાણો અને સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવવા બદલ દોષિત ઠેરવ્યા હતા. જ્યારે, 11 આરોપીઓમાંથી 6ને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. હિંસાગ્રસ્ત વિસ્તારના નાળામાંથી અંકિતનો મૃતદેહ મળ્યો હતો આ કેસ દયાલપુર પોલીસ સ્ટેશનમાં અંકિત શર્માના પિતા રવિન્દર કુમારની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. 25 ફેબ્રુઆરી 2020ના રોજ અંકિત શર્મા ઓફિસથી ઘરે પાછા ફર્યા પછી ફરીથી બહાર નીકળ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી પાછા ફર્યા નહીં. પરિવાર તેમની શોધ કરી રહ્યો હતો, ત્યારે લોકોએ જણાવ્યું કે તેમની હત્યા કરીને મૃતદેહને ચાંદબાગ પુલિયા પાસેના ખજૂરી ખાસ નાળામાં ફેંકી દેવામાં આવ્યો છે. બીજા દિવસે સવારે પોલીસે નાળામાંથી તેમનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. રવિન્દર કુમારનો આરોપ હતો કે તેમના પુત્રની હત્યા તત્કાલીન AAP કાઉન્સિલર તાહિર હુસૈન અને તેમના સાથીઓએ કરી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ તાહિર હુસૈનની ઓફિસમાં એકઠા થયા હતા અને હત્યા પછી અંકિતના મૃતદેહને નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આ મામલામાં નામ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ તાહિર હુસૈનને સસ્પેન્ડ કરી દીધા હતા. 24 માર્ચ 2023 ના રોજ કોર્ટે તાહિર હુસૈન સહિત 11 આરોપીઓ વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. CAA વિરોધી પ્રદર્શન દરમિયાન થયા હતા રમખાણો 23 ફેબ્રુઆરી 2020ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધીઓ અને સમર્થકો સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બંને પક્ષો તરફથી પથ્થરમારો શરૂ થયો હતો. 26 ફેબ્રુઆરી સુધી ચાલેલા રમખાણોમાં 53 લોકોના જીવ ગયા હતા અને 250થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં 38 મુસ્લિમ અને 15 હિંદુ હતા. લગભગ 800 દુકાનો સળગાવી દેવામાં આવી હતી. 500 થી વધુ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. ભાસ્કર નોલેજ… તાહિર પેરોલ પર જેલમાંથી બહાર આવીને 2025ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા ફેબ્રુઆરી 2025માં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તાહિર હુસૈને મુસ્તફાબાદ બેઠક પરથી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહન સિંહ બિષ્ટે જીત મેળવી હતી, જ્યારે તાહિર હુસૈન ત્રીજા નંબરે રહ્યા હતા. તેમને લગભગ 33 હજાર મત મળ્યા હતા. ચૂંટણી પ્રચાર માટે તાહિર કસ્ટડી પેરોલ પર બહાર આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    India News Live Updates, 27 July 2026: Sonam Wangchuk arrives at Rajghat from Medanta Hospital
    Next Article
    મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી ટ્રસ્ટની બાળકોને સહાય:સરકારી શાળાના વિદ્યાર્થીઓને 15,000 ચોપડાનું વિનામૂલ્યે વિતરણ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment