Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સનસનીખેજ લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો:પુત્રવધૂના દાગીના વેચી નાખ્યા હોવાની વાત છુપાવવા નાટક કર્યું, શાકભાજીના ચપ્પુથી જાતે જ ઘા માર્યા'તા

    12 घंटे पहले

    મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી સનસનીખેજ લૂંટની ઘટનાનો મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે આ લૂંટ કોઈ અજાણ્યા બદમાશોએ નથી કરી, પરંતુ ફરિયાદી રમેશ પટેલે પોતે જ આ આખું ષડયંત્ર રચ્યું હતું. પુત્રવધૂના દાગીના વેચી માર્યા હોવાની વાત છુપાવવા માટે તેમણે પોતાની જાતે જ આંખમાં મરચું નાખી અને હાથ પર ચપ્પુ મારીને નકલી લૂંટનું નાટક રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી આ ખોટી ફરિયાદનો ભેદ ઉકેલી ફરિયાદી વિરુદ્ધ જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે અજાણ્યા લૂંટારુઓએ લૂંટ ચલાવી હોવાનું નાટક કર્યું હતું આ કેસની વિગત એવી છે કે ફરિયાદી રમેશ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, કાળા કલરના મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા ઇસમો તેમની આંખમાં મરચાની ભૂકી નાખી, ચપ્પુ મારીને લૂંટ ચલાવી ભાગી ગયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને Dysp મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા તાલુકા પોલીસ અને એલ.સી.બી.ની ટીમોએ અલગ-અલગ એન્ગલથી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગામના આવવા-જવાના રસ્તાઓ અને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમજ નજરે જોનારા સાક્ષીઓની પૂછપરછ કરી હતી. શાકભાજી કાપવાના ચપ્પુથી જાતે જ શરીર પર ઘા માર્યો હતો જો કે, પોલીસને શરૂઆતથી જ ફરિયાદી રમેશ પટેલ પર શંકા હતી. તેમને જે એન્ગલથી ચપ્પુ વાગ્યું હતું તે જોતા લૂંટારુઓની પદ્ધતિ લાગતી નહોતી, વળી ગુનામાં વપરાયેલું ચપ્પુ ઘરમાં શાકભાજી કાપવાનું હતું. ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન પોલીસને એક એવો સીસીટીવી ફૂટેજ મળ્યો, જેમાં રમેશ પટેલ ઘટનાસ્થળે એકલા બાઇક લઈને ઉભા હતા અને પોતે જ પોતાની પાસેના થેલાનો પટ્ટો કાપી, આંખમાં મરચું નાખીને ડાબા હાથની કલાઈ પર ચપ્પુ મારતા સ્પષ્ટ દેખાતા હતા. આ ઉપરાંત, ઘટનામાં વપરાયેલી મરચાની ભૂકી પણ પોલીસને તેમના ઘરેથી જ મળી આવી હતી. પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે રમેશ પટેલની કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેમણે મજબૂરીમાં આ નાટક રચ્યું હોવાની કબૂલાત કરી હતી. આરોપી રમેશ પટેલે જણાવ્યું કે, તેમના દીકરા રૂપેશ અને પુત્રવધૂ જીજ્ઞાને કેનેડા મોકલવા માટે અંદાજે રૂ. 50 લાખનો ખર્ચ થયો હતો. તે સમયે લાટીના બિઝનેસમાં મોટું નુકસાન થતાં પૈસા ચૂકવવા માટે તેમણે ચારેક વર્ષ પહેલાં લોકરમાં મૂકેલો પુત્રવધૂનો 3 તોલાનો સોનાનો હાર, દીકરાની 3 તોલાની લકી અને દોઢ તોલાની ત્રણ વીંટીઓ ઘરમાં કોઈને પણ કહ્યા વગર કાઢીને આશરે 5 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. પુત્ર-પુત્રવધૂના દાગીના વેચી નાખ્યા હોય જવાબ ન આપવો પડે તે માટે નાટક કર્યું હાલમાં તેમની પુત્રી રિદ્ધિનો શ્રીમંત પ્રસંગ હોવાથી કેનેડાથી પુત્ર અને પુત્રવધૂ વતન પરત આવવાના હતા. જો તેઓ આવીને પોતાના દાગીના માંગશે તો શું જવાબ આપવો, તે ડરના કારણે રમેશ પટેલે આ લૂંટનું ખોટું નાટક રચ્યું હતું, જેથી દાગીના ચોરાઈ ગયા હોવાનું બહાનું બનાવી શકાય. આ બનાવને સાચો સાબિત કરવા માટે તેમણે જાતે જ પોતાની જાતને ઈજા પહોંચાડી આજુબાજુના લોકોને ભેગા કરી સાક્ષીઓ ઊભા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહેસાણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આ ખોટી ફરિયાદનો પર્દાફાશ કરી કાયદેસરના પગલાં ભર્યા છે.
    Click here to Read More
    Previous Article
    NRIના બંધ મકાનમાં લાખોની ચોરી:દુબઈમાં રહેતી મહિલાના ફ્લેટનું તાળું તોડી 51 તોલા સોનાના દાગીના, ચાંદીની પ્લેટ મળી 5.65 લાખની ચોરી
    Next Article
    લીમખેડામાં કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો:જીલ્લા પ્રોગ્રામ ઓફિસર સુધીર જોશીએ સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા પર માર્ગદર્શન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment