Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડામાં કિશોરી સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો:જીલ્લા પ્રોગ્રામ ઓફિસર સુધીર જોશીએ સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા પર માર્ગદર્શન આપ્યું

    13 hours ago

    લીમખેડાની મૉડલ અને એકલવ્ય રેસીડેન્સી સ્કૂલમાં કિશોરી સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુધીર જોશીએ કિશોરીઓને સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા સહિતના મહત્વના પાંચ સૂત્રો પર વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણનો હતો. સુધીર જોશીએ સ્વચ્છતા, સુપોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સુરક્ષા જેવા જીવનના પંચસૂત્રો વિશે સવિસ્તર સમજ આપી, તેમને જીવન જીવવાની સાચી દિશા ચીંધી હતી. સ્વચ્છતાના વિષય પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે તરુણાવસ્થામાં શારીરિક સ્વચ્છતાની સાથે નકારાત્મક વિચારો પર કાબૂ મેળવી માનસિક સ્વાસ્થ્ય જાળવવું પણ અત્યંત જરૂરી છે. સુપોષણ અંગે માર્ગદર્શન આપતા તેમણે સંતુલિત આહારમાં બાજરી, રાગી અને જુવાર જેવા પૌષ્ટિક ધાન્ય તેમજ વિવિધ શાકભાજીના ઉપયોગનું મહત્વ સમજાવ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે સર્વગ્રાહી પોષણ જ કિશોરીઓના શારીરિક વિકાસનો પાયો છે. સ્વાસ્થ્ય અને શિક્ષણ અંગે વાત કરતા જોશીએ ઉમેર્યું કે, તરુણાવસ્થા દરમિયાન રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવી ટેવો કેળવવી જોઈએ. તેમણે કિશોરીઓને જ્ઞાન, કલા અને કૌશલ્ય પ્રાપ્ત કરીને કેવી રીતે સ્વનિર્ભર બની શકાય અને પોતાના ભવિષ્યના નિર્ણયો જાતે લઈ શકાય તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. સુરક્ષાના મુદ્દા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરતા કિશોરીઓને સ્વબચાવની પદ્ધતિઓ અને વિવિધ સંક્રમણોથી બચવાના ઉપાયો વિશે જાણકારી અપાઈ. કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી તે અંગે પણ તેમને સમજાવવામાં આવ્યું. આ સઘન માર્ગદર્શનથી પ્રભાવિત થઈને શાળાની પાંચ કિશોરીઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને આ પંચસૂત્રોને પોતાના જીવનમાં ઉતારી અન્યને પણ માર્ગદર્શન આપવાનો સંકલ્પ કર્યો. કાર્યક્રમના અંતે શાળાના સ્ટાફગણ અને લીમખેડાના સીડીપીઓ મીનાક્ષીબેન પટેલે આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમથી કિશોરીઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસનો નવો સંચાર જોવા મળ્યો, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વનું પગલું સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સનસનીખેજ લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો:પુત્રવધૂના દાગીના વેચી નાખ્યા હોવાની વાત છુપાવવા નાટક કર્યું, શાકભાજીના ચપ્પુથી જાતે જ ઘા માર્યા'તા
    Next Article
    લીમખેડામાં આંગણવાડી કાર્યકરોની સમીક્ષા બેઠક:પોષણ અભિયાન, યોજનાઓના અમલીકરણ પર ભાર મુકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment