Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NRIના બંધ મકાનમાં લાખોની ચોરી:દુબઈમાં રહેતી મહિલાના ફ્લેટનું તાળું તોડી 51 તોલા સોનાના દાગીના, ચાંદીની પ્લેટ મળી 5.65 લાખની ચોરી

    11 hours ago

    સંસ્કારી નગરી વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં તસ્કરોએ કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડીને ધોળેદિવસે એક મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. આ વિસ્તારમાં આવેલી એક પૂજા હોટલ નજીકની સોસાયટીમાં દુબઈ ખાતે રહેતી એનઆરઆઈ (NRI) મહિલાના બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. તસ્કરો મુખ્ય દરવાજાની જાળી અને તાળું તોડીને અંદર પ્રવેશ્યા હતા અને કબાટના લોકરમાં રાખેલા 51 તોલા સોનાના દાગીના, ચાંદીની પ્લેટો અને રોકડ રકમ મળી કુલ ₹5.65 લાખની માલમત્તાની ચોરી કરી બહુ આસાનીથી ફરાર થઈ ગયા હતા. બહેન ફ્લેટની તપાસ કરવા પહોંચતા જ ચોરીનો ભયાનક ખુલાસો થયો આ બનાવની વિગતો અનુસાર સયાજીગંજ વિસ્તારમાં પૂજા હોટલ પાસે આવેલા 'તસીદ ટાવર'ની એ-વિંગમાં રહેતા તસ્નીમ હુસેન વાસદવાલાની મોટી બહેન રસીદા મુસ્તફા જાવાવાલા છેલ્લા એક વર્ષથી પરિવાર સાથે દુબઈ ખાતે રહે છે. બહેન વિદેશ હોવાથી આ ફ્લેટ સંપૂર્ણપણે બંધ રહેતો હતો, જેથી ફ્લેટની સુરક્ષા અને તપાસ માટે એક ચાવી તસ્નીમબેન પાસે રહેતી હતી અને બીજી ચાવી ફ્લેટની સાફ-સફાઈ કરતી મહિલાને આપવામાં આવી હતી. મંગળવારે સાંજે લગભગ પાંચ વાગ્યે જ્યારે તસ્નીમબેન નિયમિત તપાસ માટે બહેનના ફ્લેટ પર પહોંચ્યા, ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જમીન પર પડ્યું હતું અને દરવાજો અધખુલ્લો હતો. કબાટ વેરવિખેર અને લોકર તૂટેલું મળ્યું ઘરમાં અંદર જઈને જોતાં જ તસ્નીમબેનના હોશ ઊડી ગયા હતા. ઘરના બેડરૂમમાં આવેલા કબાટનું લોકર લોખંડના હથિયાર વડે તોડી નાખવામાં આવ્યું હતું અને આખો સામાન રૂમમાં વેરવિખેર પડ્યો હતો. ચોરી થઈ હોવાની પાકી ખાતરી થતાં જ તેમણે તાત્કાલિક દુબઈ રહેતી પોતાની બહેન રસીદાબેન સાથે ફોન પર વાત કરી હતી. રસીદાબેને લોકરમાં કયો-કયો કિંમતી સામાન રાખ્યો હતો તેની વિગતો આપતાં જ મોટી ચોરી થઈ હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું હતું. તસ્કરો શું-શું ઉઠાવી ગયા? તસ્કરો લોકરમાંથી નીચે મુજબની કિંમતી વસ્તુઓ ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે: માત્ર 4 કલાકના ગાળામાં તસ્કરો હાથફેરો કરી ગયા પ્રાથમિક તપાસ અને ઘટનાક્રમ મુજબ મંગળવારે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીના માત્ર ચાર કલાકના ટૂંકા સમયગાળા દરમિયાન જ અજાણ્યા તસ્કરોએ રેકી કરીને આ બંધ ફ્લેટનું તાળું તોડ્યું હતું અને ચોરીને અંજામ આપ્યો હતો. ધોળેદિવસે ટાવરની અંદર ઘૂસીને થયેલી આ ચોરીથી એપાર્ટમેન્ટના અન્ય રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તસ્નીમબેનની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. પોલીસે સોસાયટીના કમ્પાઉન્ડ અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરીને શંકાસ્પદ તસ્કરોની ઓળખ મેળવવાની તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાર્થીઓએ ટ્રાઇબલ મ્યુઝિયમની મુલાકાત:આદિવાસી સંસ્કૃતિ અને ઇતિહાસના વારસાથી અવગત થયા
    Next Article
    સનસનીખેજ લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો:પુત્રવધૂના દાગીના વેચી નાખ્યા હોવાની વાત છુપાવવા નાટક કર્યું, શાકભાજીના ચપ્પુથી જાતે જ ઘા માર્યા'તા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment