Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદ એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાર્થીઓએ ટ્રાઇબલ મ્યુઝિયમની મુલાકાત:આદિવાસી સંસ્કૃતિ અને ઇતિહાસના વારસાથી અવગત થયા

    9 hours ago

    દાહોદની સરકારી ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને ભવ્ય ઐતિહાસિક વારસાથી માહિતગાર થવા માટે દાહોદ સ્થિત ટ્રાઇબલ મ્યુઝિયમની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત વ્યવહારિક અનુભવ આપવાનો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આદિવાસી સમાજની જીવનશૈલી, સમૃદ્ધ પરંપરાઓ, કલા, વેશભૂષા અને પરંપરાગત સાધનો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. મ્યુઝિયમમાં પ્રદર્શિત વિવિધ કલાકૃતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તેમણે દાહોદના આદિવાસી સમાજના ઇતિહાસ અને સંસ્કૃતિને નજીકથી જાણવાનો અનુભવ કર્યો. કોલેજ પ્રશાસન અનુસાર, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ટેકનિકલ શિક્ષણની સાથે સામાજિક અને સાંસ્કૃતિક વારસાની જાણકારી પણ અત્યંત જરૂરી છે. આવી શૈક્ષણિક મુલાકાતો વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વૃત્તિ જગાડે છે અને તેમને પોતાની સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. મ્યુઝિયમમાં સચવાયેલી અમૂલ્ય વસ્તુઓ નિહાળીને વિદ્યાર્થીઓએ આદિવાસી સમુદાયના સંઘર્ષ અને સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે ગૌરવ અનુભવ્યું. આ શૈક્ષણિક મુલાકાતને સફળ બનાવવામાં કોલેજના અધ્યાપકો બી. કે. ચાવડા અને ડૉ. ઇશાક શેખની ભૂમિકા મહત્વની રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે મ્યુઝિયમની મુલાકાત પૂર્ણ કરી. અધ્યાપકોએ જણાવ્યું કે આવા ઐતિહાસિક સ્થળોની મુલાકાતથી વિદ્યાર્થીઓ પ્રદેશના વારસાને વધુ સારી રીતે સમજી શકે છે. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે માહિતીપ્રદ અને સાંસ્કૃતિક મૂલ્યોને સમજવા માટે પ્રેરણાદાયી બની રહી.
    Click here to Read More
    Previous Article
    બંધ મકાનોની રેકી કરી ચોરી કરનાર બે ઝડપાયા:ગોરવા-ગોત્રીના બે ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો, 200 અમેરિકન ડોલર અને ચોરીમાં વપરાયેલી કાર કબજે
    Next Article
    NRIના બંધ મકાનમાં લાખોની ચોરી:દુબઈમાં રહેતી મહિલાના ફ્લેટનું તાળું તોડી 51 તોલા સોનાના દાગીના, ચાંદીની પ્લેટ મળી 5.65 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment