Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીખલીમાં બે જળબિલાડીની હત્યા:એક શખ્સે વાંસના ધોકા વડે ફટકારી માર માર્યો, વીડિયો વાયરલ થતાં વન વિભાગે આરોપીને ઝડપ્યો

    9 hours ago

    નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવઇ ગામમાં બે જળબિલાડીની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. વાંસના ધોકા વડે ફટકારીને બન્ને બિલાડીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટનાનો વીડિયો 'S.F.Gully boy's' નામના વોટ્સએપ ગ્રુપમાં અપલોડ કરવામાં આવ્યો હતો. જે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક શખસ જળબિલાડીને લાકડી વડે ફટકારી રહ્યો છે. તેમજ બિલાડીને હાથથી દૂર ફેંકી દે છે. આ વીડિયો વન વિભાગના અધિકારીઓના ધ્યાને આવતા જ ચીખલી ફોરેસ્ટની ટીમે તપાસ શરૂ કરી હતી. ડિજિટલ પુરાવા અને સ્થાનિક બાતમીદારોની મદદથી વન વિભાગે વીડિયોમાં દેખાતા શખ્સની ઓળખ કરી હતી. ચીખલી ફોરેસ્ટ વિભાગની ટીમે સઘન કાર્યવાહી કરીને જળબિલાડીઓ પર હુમલો કરનાર આરોપી ગુલાબભાઈ કાનજીભાઈ હળપતિની ધરપકડ કરી છે. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ વન્યજીવો પર હુમલો કર્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. જળબિલાડી એ વન્યજીવ સંરક્ષણ ધારા (Wild Life Protection Act) ના 'શેડ્યુલ-1' હેઠળ આવતું અત્યંત સુરક્ષિત પ્રાણી છે. આ કેટેગરીના પ્રાણીઓની શિકાર કે હત્યા મામલે કાયદામાં કડક સજાની જોગવાઈ છે. વન વિભાગે આરોપી વિરુદ્ધ કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાતા, કોર્ટે તેના જામીન નામંજૂર કર્યા છે. હાલ આરોપીને નવસારીની સબ-જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રકૃતિપ્રેમીઓ અને વન્યજીવ રક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, વન વિભાગની આ ઝડપી અને કડક કાર્યવાહીના કારણે વન્યજીવોને નુકસાન પહોંચાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:શહેરાના રાયોટિંગ અને ગોધરાના પશુ સંરક્ષણ કેસમાં સફળતા
    Next Article
    સાબરકાંઠા LCBએ રાજસ્થાનથી 2 નાસતા ફરતા આરોપી ઝડપ્યા:પ્રોહિબિશનના ગુનામાં 5 અને 8 વર્ષથી ફરાર હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment