Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા LCBએ રાજસ્થાનથી 2 નાસતા ફરતા આરોપી ઝડપ્યા:પ્રોહિબિશનના ગુનામાં 5 અને 8 વર્ષથી ફરાર હતા

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત LCBએ રાજસ્થાનના ઉદેપુર જિલ્લામાંથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 અને 8 વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રકાશભાઈ ખેમરાજભાઈ ડાંગી (રહે. ખીમલી જૂના વાસ, તા. માવલી, જી. ઉદેપુર, રાજસ્થાન)ને LCB ટીમે MDI C રોડ પરથી ઝડપી લીધો હતો. બીજી તરફ, ચિઠોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને અકસ્માતના મળી કુલ 2 ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા આરોપી કમલેશભાઈ ગણેશલાલ લુહાર (રહે. બડીયાર, તા. માવલી, જી. ઉદેપુર, રાજસ્થાન)ને LCB ટીમે દેબારી ચોરાહા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. બંને આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(1)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લા પોલીસને સજા પામેલા આરોપીઓને પકડવાની સૂચના મળ્યા બાદ હિંમતનગર બી ડિવિઝન પોલીસે પોસ્ટ ઓફિસ ખાતેથી એક આરોપીને ઝડપી લીધો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના તથા હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ PI ડી.એન. વસાવા અને સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન હિંમતનગર જનરલ પોસ્ટ ઓફિસ પાસે બાતમી મળી હતી. બાતમીના આધારે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, હિંમતનગરના સી.સી. નં. 5748/2025 ની ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબના કેસમાં સજા પામેલા આરોપી રસીકલાલ નટવરલાલ શાહ (રહે. ચેહરકૃપા સોસાયટી, બ્રાહ્મણીનગર)ને તેના ઘરેથી ઝડપી લઈને સબ જેલ હિંમતનગર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ચીખલીમાં બે જળબિલાડીની હત્યા:એક શખ્સે વાંસના ધોકા વડે ફટકારી માર માર્યો, વીડિયો વાયરલ થતાં વન વિભાગે આરોપીને ઝડપ્યો
    Next Article
    પાણી ચોરી કરનારાઓની હવે ખેર નથી:મનપા જવાબદાર વાલ્વમેનથી લઈ અધિકારી-કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરશે, ચેકિંગમાં બેદરકારી સામે આવે તો કાર્યવાહી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment