Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી ચોરી કરનારાઓની હવે ખેર નથી:મનપા જવાબદાર વાલ્વમેનથી લઈ અધિકારી-કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરશે, ચેકિંગમાં બેદરકારી સામે આવે તો કાર્યવાહી થશે

    8 hours ago

    રાજકોટવાસીઓના હકનું પાણી બબાર્દ કરનારા તત્વો સામે મહાપાલિકા લાલઆંખ કરી રહી છે. હાઈરાઈઝ્ડ બિલ્ડિંગો અને સોસાયટીઓમાં થતી બેફામ પાણી ચોરી રોકવા માટે હવે માત્ર દંડ જ નહીં, પરંતુ જવાબદાર વાલ્વમેનથી લઈ કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાશે. પ્રજાના ટેક્સના પૈસા અને પીવાના પાણીના ટીપે-ટીપાનો હિસાબ રાખવા માટે તંત્રએ ઓચિંતું ચેકિંગ હાથ ધરવા માટેની તૈયારીઓ પણ કરી લીધી છે. દરમિયાન જે કોઈની બેદરકારી સામે આવશે તેને માત્ર દંડ ફટકારી છોડી દેવાને બદલે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવનાર હોવાનું સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું. પોશ વિસ્તારોમાં ગેરકાયદે પાણી ખેંચી લેવાતું પ્રાપ્ત વિગત મુજબ શહેરના વેસ્ટઝોન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હાઈરાઇઝ્ડ બિલ્ડિંગો અને મોટી સોસાયટીઓ દ્વારા પ્રજાના હકના પીવાના પાણીની બેફામ ચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. સામાન્ય નાગરિકોને પૂરતું પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે, ત્યારે બીજી તરફ પોશ વિસ્તારોમાં નિયત કરાયેલા જથ્થા ઉપરાંત ગેરકાયદે રીતે પાણી ખેંચી લેવામાં આવતું હતું. આ બાબતને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે પાણી ચોરી ઝડપાયા બાદ 4 જગ્યાએ રૂ. 1,00,000નો આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો. પાણી ચોરી પકડાશે તો પોલીસ ફરિયાદ કરાશે પરંતુ તંત્રની તપાસ અહીં જ અટકી નથી. વાલ્વની નકલી ચાવીઓ બનાવીને થતી આ પાણીચોરીમાં માત્ર બહારના લોકો નહીં, પરંતુ મહાપાલિકાના પોતાના કર્મચારીઓ, વાલ્વમેન અને અધિકારીઓની પણ મિલીભગત અથવા સંડોવણી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે અને કેટલાક લોકો પાણીની ઉઠાંતરી કરી જાય તે હવે સહન કરવામાં નહીં આવે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે જો હવે ક્યાંય પણ પાણી ચોરી પકડાશે, તો માત્ર દંડ વસૂલીને મામલો રફા-દફા કરવામાં નહીં આવે, પરંતુ વાલ્વમેનથી માંડીને સંબંધિત કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સામે પણ સીધી પોલીસ ફરિયાદનું શસ્ત્ર ઉગામવામાં આવશે. સમ્પ પર વોટર મીટરની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો રાજકોટમાં જ્યાં સૌથી વધુ 10 માળથી માંડીને 22 માળ સુધીના હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો અને વૈભવી સોસાયટીઓ આવેલી છે, તેવા વેસ્ટઝોન વિસ્તારમાં મહાપાલિકાની ચેકિંગ સ્ક્વોડ દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વેસ્ટઝોનના ઇન્ચાર્જ સિટી ઇજનેર કુંતેશ મહેતાની સીધી રાહબરી હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને આ વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રજાના પાણીના વપરાશની દેખરેખ માટે જે સમ્પ પર વોટર મીટર લગાવવામાં આવ્યા છે, તેની ચકાસણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન કુલ 1100 સ્થળોએ સમ્પના મીટર બંધ હાલતમાં અથવા તો જાણીજોઈને નિષ્ક્રિય કરી દેવાયેલા જોવા મળ્યા હતા. 1100 મીટર બંધ ધરાવતા બિલ્ડિંગો, સોસાયટીને નોટિસ સામાન્ય રીતે પાણીચોરી પકડાય નહીં અને કેટલો જથ્થો વાપરવામાં આવ્યો તેની સાચી માહિતી છૂપી રહે તે માટે મીટરો બંધ રાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન સ્ક્વોડે કેટલાંક સ્થળોથી પાણીના વાલ્વ ઓપરેટ કરવાની નકલી ચાવીઓ પણ કબજે કરી છે, જ્યારે બાકીના શંકાસ્પદ સ્થળોએ નકલી ચાવીઓ તુરંત જમા કરાવી દેવા માટે કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ તમામ 1100 મીટર બંધ ધરાવતા બિલ્ડિંગો અને સોસાયટીના સંચાલકોને ખુલાસો પૂછતી નોટિસ આપી કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. માત્ર 2 બિલ્ડીંગ દ્વારા જ ચાવી પરત કરવામાં આવી મનપાના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ આ સમગ્ર મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં પ્રજાલક્ષી કડક અભિગમ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, અગાઉ બિલ્ડીંગ ધારકોને ગેરકાયદે રીતે રાખેલી ચાવીઓ સ્વેચ્છાએ પરત કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં માત્ર 2 બિલ્ડીંગ દ્વારા જ ચાવી પરત કરવામાં આવી છે. આ સ્થિતિ જોતા હવે તંત્ર બિલકુલ નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી. હવે માત્ર આર્થિક દંડ કરીને કોઈને પણ મુક્ત કરવામાં આવશે નહીં. અને વાલ્વમેનથી લઈ જવાબદાર કર્મચારી તેમજ અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાશે. નાગરિકોના હિતને સર્વોપરી રાખીને મહાનગરપાલિકા દ્વારા હવે અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી પણ નક્કી કરીવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરનો ભૌગોલિક વ્યાપ અને વસ્તી જે કુદકે ને ભુસકે વધી રહી છે, તે જોતાં આગામી સમયમાં પાણીની માંગ અને તેનો ઉપાડ બન્નેમાં મોટો વધારો થવાનો નિશ્ચિત છે. હાલમાં માત્ર વેસ્ટઝોન જ નહીં, પરંતુ સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટઝોનના પણ અનેક વિસ્તારોમાંથી બેફામ પાણી ચોરી થતી હોવાની બૂમો સમયાંતરે ઉઠતી રહે છે. મનપા તંત્ર દ્વારા સમયાંતરે આવી પાણીચોરી પકડીને માત્ર દંડ વસૂલવામાં આવે છે, પરંતુ તે કાયમી ઉકેલ નથી. શહેરના પ્રત્યેક નાગરિકને સમાન અને પૂરતો પાણીનો જથ્થો મળી રહે તે માટે હવે રાજકોટ મહાપાલિકા દ્વારા એક મજબૂત અને વ્યાપક 'વોટર મીટર પોલિસી' બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા LCBએ રાજસ્થાનથી 2 નાસતા ફરતા આરોપી ઝડપ્યા:પ્રોહિબિશનના ગુનામાં 5 અને 8 વર્ષથી ફરાર હતા
    Next Article
    अनशन के 18वें दिन क्या सोच रहे होंगे धर्मेंद्र प्रधान? जंतर मंतर पर 16 को महा भूख हड़ताल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment