Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:શહેરાના રાયોટિંગ અને ગોધરાના પશુ સંરક્ષણ કેસમાં સફળતા

    10 hours ago

    પંચમહાલ પોલીસે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની વિશેષ ઝુંબેશ હેઠળ બે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે. પ્રથમ કિસ્સામાં, પંચમહાલ-ગોધરા SOG પોલીસે શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગ કેસના વોન્ટેડ આરોપી ઉપેન્દ્રસિંહ નટવરસિંહ સોલંકીને ઝડપી પાડ્યા હતા. ઉપેન્દ્રસિંહ નવા વલ્લવપુર, તાલુકો શહેરાનો રહેવાસી છે અને લાંબા સમયથી ફરાર હતો. તેને વધુ કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બીજા કિસ્સામાં, પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં વોન્ટેડ મોસીન હુસેન શેખ ઉર્ફે બલ્લુની ધરપકડ કરી છે. મોસીન ગોધરાના ઈદગાહ મહોલ્લા, નદીપારનો રહેવાસી છે. તેને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે કાલોલ તાલુકાના વેજલપુર ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડી ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના પરિણામે પોલીસને સતત સફળતા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં ઘાસચારાની અછત ટાળવા તંત્રની તૈયારી:કલેક્ટરની અધ્યક્ષતામાં પશુપાલકો માટે આગોતરું આયોજન
    Next Article
    ચીખલીમાં બે જળબિલાડીની હત્યા:એક શખ્સે વાંસના ધોકા વડે ફટકારી માર માર્યો, વીડિયો વાયરલ થતાં વન વિભાગે આરોપીને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment