Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજ સરકારી કોલેજમાં કાલિદાસ જયંતિ ઉજવાઈ:સંસ્કૃત વિભાગે વિદ્યાર્થીઓમાં સાહિત્ય પ્રત્યે રુચિ કેળવી

    9 hours ago

    સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, હારીજમાં સંસ્કૃત વિભાગ દ્વારા મહાકવિ કાલિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે જ્ઞાનવર્ધક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવવાનો તેમજ મહાકવિ કાલિદાસના અવિસ્મરણીય સાહિત્યિક યોગદાનથી પરિચિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્કૃત વિભાગના ડૉ. મનોજ પ્રજાપતિએ મહાકવિ કાલિદાસના સર્જન અને સાહિત્યમાં તેમના અર્પણ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપી. સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. નરેન્દ્ર રાવલે કાલિદાસના જીવન, કૃતિઓ તથા ભારતીય સંસ્કૃતિમાં તેમના અમૂલ્ય યોગદાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    A ONE ઝેવિયર્સ સ્કૂલમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી
    Next Article
    વડોદરાના વોર્ડ-1ની જનતાને 'કાળા પાણી'ની સજા:જેતુન નગર સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણીથી રહીશો પરેશાન, નળમાંથી શુદ્ધ પાણી આવવાની રાહ જોવે છે લોકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment