Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    A ONE ઝેવિયર્સ સ્કૂલમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી

    9 hours ago

    નરોડા સ્થિત A ONE ઝેવિયર્સ સ્કૂલમાં પવિત્ર રથયાત્રા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળા પરિસર "જય જગન્નાથ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની પૂજા-અર્ચના સાથે થયો હતો. ત્યારબાદ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી. સુશોભિત રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીની શોભાયાત્રામાં વિદ્યાર્થીઓએ શ્રદ્ધાપૂર્વક રથ ખેંચી ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રથયાત્રાના મહત્વ અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યા હતા. રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી અને લાઠીબાજીના શૌર્યપૂર્ણ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા. વિદ્યાર્થીઓને રથયાત્રાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ સમજાવવામાં આવ્યું. તેમને ભારતીય સંસ્કૃતિ, એકતા, સેવા અને સદભાવનાના મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતનાં વેપારીઓને રાહત, એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધની તૈયારી:2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં 2223 પેજનો ચુકાદો, અઠવાડિયા બાદ વરસાદની વાપસી
    Next Article
    હારીજ સરકારી કોલેજમાં કાલિદાસ જયંતિ ઉજવાઈ:સંસ્કૃત વિભાગે વિદ્યાર્થીઓમાં સાહિત્ય પ્રત્યે રુચિ કેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment