Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતનાં વેપારીઓને રાહત, એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધની તૈયારી:2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં 2223 પેજનો ચુકાદો, અઠવાડિયા બાદ વરસાદની વાપસી

    8 hours ago

    પુરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજ જાહેર કરાયું સુરતમાં પુરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરાયું..7500થી લઈ 1 લાખ સુધીની સહાય ચૂકવાશે, 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરાઈ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એનર્જી ડ્રિંક્સ પર રાજ્યમાં પ્રતિબંધ લાગવાની શક્યતા રેડ બુલ, સ્ટિંગ સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર રાજ્યમાં પ્રતિબંધ લાગવાની શક્યતા.. રાજસ્થાનમાં પ્રતિબંધ મુકાઈ ચૂક્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાં સ્કૂલ આસપાસ વેચાણ પર રોક લગાવામાં આવી.. એક્સપર્ટ્સના મતે આ ડ્રિંક્સ હાર્ટ માટે જોખમી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વિદ્યાર્થીઓની હાજરીની તપાસ કરવા DEOનો આદેશ અમદાવાદની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીનું સરપ્રાઈઝ ચેકિંગ થશે. ડમી વિદ્યાર્થીઓ અને કાગળ પર ચાલતી શાળાઓની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં. પૂરતી હાજરી નહીં હોય તો સંબંધિત શાળા સામે કડક કાર્યવાહી થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં 2223 પેજનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખી 38 દોષિતોની ફાંસી અને 11ની આજીવન કેદની સજાને બહાલી આપી. 2223 પાનાના ચુકાદામાં કોર્ટે હુમલાને દેશની આંતરિક સુરક્ષા સામેનું પૂર્વ-આયોજિત આતંકી કાવતરું ગણાવ્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મિત્રના ફલેટમાંથી યુવકનો મૃતદેહ મળ્યો વડોદરામાં મિત્રના ફલેટમાંથી 21 વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો..ત્રણ મિત્રો સાંજે ભેગા થયા હતા.જે બાદ સવારે તેની લાશ મળી..યુવકનું મોત કઈ રીતે થયું તે પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 5 હજાર માટે વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી પાટણમાં ₹5 હજારના વ્યાજ વિવાદમાં વિધવા મહિલાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી ....અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત, પોલીસે હત્યાની કલમ ઉમેરી તપાસ શરૂ કરી. પરિવારે આરોપીઓને કડક સજાની માગ સાથે ન્યાયની માંગ ઉઠાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર ચાલકે ટક્કર મારતા બાઈક 100 ફૂટ દૂર ફંગોળાઈ વડોદરામાં હિટ એન્ડ રનમાં પૂરઝડપે આવેલી કારે ત્રણ મિત્રોની બાઈકને પાછળથી ટક્કર મારી. અકસ્માતમાં બાઈક દૂર ફંગોળાઈ, બે યુવકો ગંભીર જ્યારે એક ICUમાં સારવાર હેઠળ છે. કાર ચાલક અકસ્માત બાદ ફરાર થયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાસપોર્ટ- પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી સુરતની પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ઈ-મેઇલથી ધમકી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે સર્ચ હાથ ધર્યું, કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહીં. ધમકીભર્યા ઈ-મેઇલના સ્ત્રોત અંગે ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલની તપાસ શરૂ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત. આઇસર ચાલકનું ઘટનાસ્થળે મોત, મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢવો પડ્યો. અકસ્માતમાં લોડિંગ ટ્રક ચાલક ઈજાગ્રસ્ત, પોલીસે તપાસ શરૂ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવસારી-રાજકોટમાં ફરી મેઘમહેર નવસારી-રાજકોટમાં ફરી મેઘમહેર, એક અઠવાડિયા બાદ વરસાદી માહોલ. ગણદેવી, બીલીમોરા, ચીખલી સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં, ખેડૂતોમાં ખુશી. રાજકોટમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી, 3 વાહનોને નુકસાન છતાં જાનહાનિ નહીં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    TMC ધારાસભ્ય મદન મિત્રાએ મમતાનો સાથ છોડ્યો:એક દિવસ પહેલાં જ EDએ પત્ની અને પુત્રોને પૂછપરછ માટે બોલાવ્યા હતા
    Next Article
    A ONE ઝેવિયર્સ સ્કૂલમાં રથયાત્રા મહોત્સવ ઉજવાયો:વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment