Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં મતદાન મથકોના પુનર્ગઠન પર બેઠક:કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે ચર્ચા થઈ

    10 hours ago

    હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં મતદાન મથકોના પુનર્ગઠન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાદુંના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પુનર્ગઠન 01/01/2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં કરવામાં આવશે. કલેક્ટરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં મતદારોને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે અને ભૌગોલિક અનુકૂળતા જળવાઈ રહે તે હેતુથી મતદાન મથકોનું પુનર્ગઠન કરવું અત્યંત જરૂરી છે. તેમણે તમામ પક્ષોના પ્રતિનિધિઓને આ પ્રક્રિયામાં વહીવટી તંત્રને સહયોગ આપવા અને રચનાત્મક સૂચનો રજૂ કરવા અપીલ કરી હતી. આ સૂચનો કાયદાકીય જોગવાઈઓ અનુસાર સમયસર અને પારદર્શક રીતે કામગીરી પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. બેઠકમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપરાંત પ્રાંત અધિકારીઓ અને વિવિધ અમલીકરણ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મતદાન મથકોના પુનર્ગઠન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ એક્ટિવ:રાજકોટ, ખેડા અને ભાવનગરમાં ધીમી ધારે વરસાદ શરુ, રથયાત્રાના દિવસે અમદાવાદમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ
    Next Article
    દેશી દારૂના વેચાણ સામે ઘોઘા રોડ પોલીસની કડક કાર્યવાહી:પ્રોહિબિશન ડ્રાઈવમાં 45થી વધુ કેસો દાખલ, 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment