Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી દારૂના વેચાણ સામે ઘોઘા રોડ પોલીસની કડક કાર્યવાહી:પ્રોહિબિશન ડ્રાઈવમાં 45થી વધુ કેસો દાખલ, 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    ભાવનગર શહેરમાં યોજાનારી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ભાવનગર પોલીસ સંપૂર્ણ સજ્જ બની છે, રથયાત્રા પૂર્વે અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રોહિબિશન ડ્રાઈવ યોજી 45થી વધુ કેસો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘોઘા રોડ પરથી દારૂ સહિત 3.35 લાખનો મુદ્દામાલ જપ્ત ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ‘ડી’ સ્ટાફના ઇન્ચાર્જ જે.કે. પંડ્યા, વનરાજસિંહ પરમાર અને તેમની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન દરોડા પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ 45થી વધુ કેસો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં દારૂનો ઓથો 12,500 લિટર કિંમત ₹3,00,000 તથા તૈયાર દેશી દારૂ 177 લીટરથી વધુ કિંમત ₹ 35,000 સહિત ₹ 3,35,000નો મુદ્દામાલ ઝડપી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. ​આઈ.જી.પી. આર.વી.અસારી અને પોલીસ અધિક્ષક નીતિશ પાંડેના માર્ગદર્શન હેઠળ ભાવનગર વિભાગના ડીવાયએસપી આર.આર. સિંઘાલ તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ. એન. દેસાઈના સુપરવિઝનમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે કડક વલણ ​ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં આવ્યું છે પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દારૂના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે આ પ્રકારની સઘન ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે, જેથી શહેરમાં સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ જળવાઈ રહે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં મતદાન મથકોના પુનર્ગઠન પર બેઠક:કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે ચર્ચા થઈ
    Next Article
    DJ remark case: Abhishek Banerjee gives voice sample after Calcutta High Court order

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment