Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પાણી ચોરી કરનારાઓની હવે ખેર નથી:મનપા દ્વારા જવાબદાર વાલ્વમેનથી લઈ કર્મચારી અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરાશે, સ્ક્વોડ દ્વારા ઓચિંતું ચેકીંગ કરવામાં આવશે

    9 hours ago

    રાજકોટવાસીઓના હકનું પાણી બબાર્દ કરનારા તત્વો સામે મહાપાલિકા લાલઆંખ કરી રહી છે. હાઈરાઈઝ્ડ બિલ્ડિંગો અને સોસાયટીઓમાં થતી બેફામ પાણી ચોરી રોકવા માટે હવે માત્ર દંડ જ નહીં, પરંતુ જવાબદાર વાલ્વમેનથી લઈ કર્મચારીઓ અને અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાશે. પ્રજાના ટેક્સના પૈસા અને પીવાના પાણીના ટીપે-ટીપાનો હિસાબ રાખવા માટે તંત્રએ ઓચિંતું ચેકિંગ હાથ ધરવા માટેની તૈયારીઓ પણ કરી લીધી છે. દરમિયાન જે કોઈની બેદરકારી સામે આવશે તેને માત્ર દંડ ફટકારીને છોડી દેવાને બદલે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવનાર હોવાનું સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના વેસ્ટઝોન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો અને મોટી સોસાયટીઓ દ્વારા પ્રજાના હકના પીવાના પાણીની બેફામ ચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. સામાન્ય નાગરિકોને પૂરતું પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે, ત્યારે બીજી તરફ પોશ વિસ્તારોમાં નિયત કરાયેલા જથ્થા ઉપરાંત ગેરકાયદેસર રીતે પાણી ખેંચી લેવામાં આવતું હતું. આ બાબતને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક તબક્કે પાણી ચોરી ઝડપાયા બાદ 4 જેટલી જગ્યાએ રૂ. 1,00,000 નો આકરો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ તંત્રની તપાસ અહીં જ અટકી નથી. વાલ્વની નકલી ચાવીઓ બનાવીને થતી આ પાણીચોરીમાં માત્ર બહારના લોકો નહીં, પરંતુ મહાપાલિકાના પોતાના કર્મચારીઓ, વાલ્વમેન અને અધિકારીઓની પણ મિલીભગત અથવા સંડોવણી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે અને કેટલાક લોકો પાણીની ઉઠાંતરી કરી જાય તે હવે સહન કરવામાં નહીં આવે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે જો હવે ક્યાંય પણ પાણી ચોરી પકડાશે, તો માત્ર દંડ વસૂલીને મામલો રફા-દફા કરવામાં નહીં આવે, પરંતુ વાલ્વમેનથી માંડીને સંબંધિત કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સામે પણ સીધી પોલીસ ફરિયાદનું શસ્ત્ર ઉગામવામાં આવશે. રાજકોટમાં જ્યાં સૌથી વધુ 10 માળથી માંડીને 22 માળ સુધીના હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો અને વૈભવી સોસાયટીઓ આવેલી છે, તેવા વેસ્ટઝોન વિસ્તારમાં મહાપાલિકાની ચેકિંગ સ્ક્વોડ દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વેસ્ટઝોનના ઇન્ચાર્જ સિટી ઇજનેર કુંતેશ મહેતાની સીધી રાહબરી હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને આ વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રજાના પાણીના વપરાશની દેખરેખ માટે જે સમ્પ પર વોટર મીટર લગાવવામાં આવ્યા છે, તેની ચકાસણી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન કુલ 1100 જેટલાં સ્થળોએ સમ્પના મીટર બંધ હાલતમાં અથવા તો જાણીજોઈને નિષ્ક્રિય કરી દેવાયેલા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે પાણીચોરી પકડાય નહીં અને કેટલો જથ્થો વાપરવામાં આવ્યો તેની સાચી માહિતી છૂપી રહે તે માટે મીટરો બંધ રાખવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન સ્ક્વોડે કેટલાંક સ્થળોથી પાણીના વાલ્વ ઓપરેટ કરવાની નકલી ચાવીઓ પણ કબજે કરી છે, જ્યારે બાકીના શંકાસ્પદ સ્થળોએ નકલી ચાવીઓ તુરંત જમા કરાવી દેવા માટે કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ તમામ 1100 મીટર બંધ ધરાવતા બિલ્ડિંગો અને સોસાયટીના સંચાલકોને ખુલાસો પૂછતી નોટિસ આપી કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે. મનપાના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ આ સમગ્ર મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં પ્રજાલક્ષી કડક અભિગમ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, અગાઉ બિલ્ડીંગ ધારકોને ગેરકાયદેસર રીતે રાખેલી ચાવીઓ સ્વેચ્છાએ પરત કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધીમાં માત્ર 2 બિલ્ડીંગ દ્વારા જ ચાવી પરત કરવામાં આવી છે. આ સ્થિતિ જોતા હવે તંત્ર બિલકુલ નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી. હવે માત્ર આર્થિક દંડ કરીને કોઈને પણ મુક્ત કરવામાં આવશે નહીં. અને વાલ્વમેનથી લઈ જવાબદાર કર્મચારી તેમજ અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધાશે. નાગરિકોના હિતને સર્વોપરી રાખીને મહાનગરપાલિકા દ્વારા હવે અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી પણ નક્કી કરીવામાં આવી છે. મીટર રજીસ્ટર અને નીભાવ: કોઈપણ વિસ્તારમાં વોટર મીટર ચાલુ સ્થિતિમાં છે કે નહીં, તેનું નિયમિત રિડીંગ લેવું અને રજીસ્ટર નિભાવવાની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક વાલ્વમેનની રહેશે. ઓચિંતું ચેકિંગ: ચેકિંગ સ્ક્વોડ દ્વારા દરરોજ અથવા સપ્તાહ દરમિયાન ગમે ત્યારે, કોઈપણ દિવસે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવશે. જવાબદારીની નિશ્ચિતતા: જો તપાસ દરમિયાન કોઈ સ્થળે પાણી ચોરી કે બંધ મીટર પકડાશે, તો તેમાં વાલ્વમેનથી માંડીને વોર્ડ ઓફિસરો અને વોર્ડ ઇજનેરો સહિતના તમામ અધિકારીઓની સંંડોવણી માની લેવામાં આવશે. કારણદર્શક નોટિસ અને પોલીસ કેસ: પ્રથમ તબક્કે જવાબદાર સ્ટાફને કારણદર્શક નોટિસ આપવામાં આવશે અને જો તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળે, તો પ્રજાના સંસાધનની ચોરીમાં મદદગારી કરવા બદલ તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરનો ભૌગોલિક વ્યાપ અને વસ્તી જે કુદકે ને ભુસકે વધી રહી છે, તે જોતાં આગામી સમયમાં પાણીની માંગ અને તેનો ઉપાડ બન્નેમાં મોટો વધારો થવાનો નિશ્ચિત છે. હાલમાં માત્ર વેસ્ટઝોન જ નહીં, પરંતુ સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટઝોનના પણ અનેક વિસ્તારોમાંથી બેફામ પાણી ચોરી થતી હોવાની બૂમો સમયાંતરે ઉઠતી રહે છે. મનપા તંત્ર દ્વારા સમયાંતરે આવી પાણીચોરી પકડીને માત્ર દંડ વસૂલવામાં આવે છે, પરંતુ તે કાયમી ઉકેલ નથી. શહેરના પ્રત્યેક નાગરિકને સમાન અને પૂરતો પાણીનો જથ્થો મળી રહે તે માટે હવે રાજકોટ મહાપાલિકા દ્વારા એક મજબૂત અને વ્યાપક 'વોટર મીટર પોલિસી' બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા:મુળચંદ નજીકથી ₹13,200 રોકડ સાથે બી ડિવિઝન પોલીસે પકડ્યા
    Next Article
    પિસ્તોલ સાથે બૂટલેગર ઝડપાયો:ગેરકાયદે હથિયારને લઈ રીઢા ગુનેગાર સામે કાર્યવાહી, હથિયાર સપ્લાય કરનાર માસાની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment