Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિસ્તોલ સાથે બૂટલેગર ઝડપાયો:ગેરકાયદે હથિયારને લઈ રીઢા ગુનેગાર સામે કાર્યવાહી, હથિયાર સપ્લાય કરનાર માસાની શોધખોળ શરૂ

    10 hours ago

    જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની મજબૂત કરવા અને કોઈ અનિચ્છનીય ગુનાહિત પ્રવૃત્તિઓ ન બને તે માટે પોલીસ પ્રશાસન અત્યંત સતર્ક બન્યું છે. શહેરમાં કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવામાં આવે તે પહેલા જ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરાહનીય કામગીરી કરી ગુનાખોરીના નેટવર્ક પર જોરદાર પ્રહાર કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર કે . એમ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો સતત પેટ્રોલીંગ અને સઘન ચેકિંગ હાથ ધરી રહી હતી. આ દરમિયાન પોલીસ ટીમને ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદે હથિયારો સાથે એક રીઢા ગુનેગારને દબોચી લેવામાં મોટી સફળતા મળી છે. બાતમીના આધારે આરોપીને કોર્ડન કર્યો પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, પ્રોહિબિશનના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલો અને માથાભારે તત્વ તરીકે ઓળખાતો મુનીર કાળુભાઈ બ્લોચ નામનો શખસ પોતાની પાસે ઘાતક હથિયાર રાખીને પંચેશ્વર તરફ જતા નવા પુલ પર કોઈ ગંભીર ગુનાહિત પ્લાનિંગ સાથે ઊભો છે. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે આ શખસને ચારેય તરફથી કોર્ડન કરી લીધો હતો. આરોપી પાસેથી પિસ્તોલ, 1 જીવતો કાર્ટીસ જપ્ત આરોપી મુનીર બ્લોચનીના પેન્ટમાં છુપાવેલી દેશી હાથ બનાવટની ઘાતક પિસ્તોલ અને તેની સાથે લોડ કરી શકાય તેવો 1 જીવતો કાર્ટીસ મળી આવ્યો હતો. આ જીવલેણ હથિયારો જોઈને સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આશરે ₹20,000ની કિંમતની 1 દેશી હાથ બનાવટની પિસ્તોલ અને ₹ 100ની કિંમતનો 1 જીવતો કાર્ટીસ મળીને ₹ 20100નો ઘાતક મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માસા પાસેથી આરોપીએ હથિયાર લીધું હતું પકડાયેલા આરોપી મુનીર બ્લોચ હથિયારના ક્યાંથી આવ્યું જે અંગે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ આ ઘાતક હથિયાર તેને તેના જ માસા રફીકભાઈ બ્લોચે સાચવવા માટે આપ્યું હતું. આ કબૂલાતના આધારે પોલીસે ગુનામાં સંડોવાયેલા અને હથિયાર આપનાર તેના માસા રફીક બ્લોચને પકડવા અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં પાણી ચોરી કરનારાઓની હવે ખેર નથી:મનપા દ્વારા જવાબદાર વાલ્વમેનથી લઈ કર્મચારી અને અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરાશે, સ્ક્વોડ દ્વારા ઓચિંતું ચેકીંગ કરવામાં આવશે
    Next Article
    "May Die In 2 Days": Plea Seeks "Force-Feeding" Of Activist Sonam Wangchuk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment