Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પાસપોર્ટ ઓફિસને ટાર્ગેટ કરી ઈમેલ આવ્યો, સર્ચ બાદ રાહત

    23 hours ago

    નવસારીની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળી હતી. આ ધમકી ખાસ કરીને પોસ્ટ ઓફિસ કેમ્પસમાં આવેલી પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવીને મોકલવામાં આવી હતી. ધમકી મળતા જ કલેક્ટર અને પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. જોકે, કલાકોના સઘન સર્ચ ઓપરેશન બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહત અનુભવી હતી. નવસારી હેડ પોસ્ટ ઓફિસના ડેપ્યુટી પોસ્ટ માસ્ટર ઈમરાન ખાન પઠાનના જણાવ્યા અનુસાર, બુધવાર, 15મી જુલાઈના રોજ સવારે આશરે 11 વાગ્યે વડી કચેરી તરફથી એક ઈમેલ મળ્યો હતો. આ ઈમેલમાં હેડ પોસ્ટ ઓફિસ કેમ્પસમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઈલ મળતાની સાથે જ પોસ્ટ ઓફિસ પ્રશાસને તાત્કાલિક નવસારી એસ.પી. અને કલેક્ટરને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નવસારી પોલીસ પ્રશાસન, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ તાત્કાલિક હેડ પોસ્ટ ઓફિસ પહોંચી હતી. સુરક્ષા એજન્સીઓએ તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોસ્ટ ઓફિસના સ્ટાફની હાજરીમાં પાસપોર્ટ ઓફિસ સહિતના તમામ વિભાગોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બપોર સુધી ચાલેલા આ ચેકિંગ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી ન હતી. સમગ્ર કેમ્પસ સુરક્ષિત હોવાની ખાતરી થયા બાદ પોલીસ વિભાગ દ્વારા પોસ્ટ ઓફિસ તંત્રને ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. સુરક્ષાની ખાતરી મળતા જ બપોર બાદ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસની કામગીરી સામાન્ય દિવસોની જેમ જ જનતા માટે ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં નવસારી હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તેવી આ બીજી ઘટના છે. વારંવાર મળી રહેલી આ ધમકીને પગલે પોલીસ વધુ સતર્ક બની છે. આ ફેક ઈમેલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો, તે દિશામાં સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં 650થી વધુ દર્દીઓનું નિદાન કરાયું:કેર ફોર હ્યુમીનીટી ફાઉન્ડેશન દ્વારા ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ
    Next Article
    રાજુલામાંથી 5 કિલો ગાંજા સાથે એક ઝડપાયો:SOG ટીમે રૂ. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, વધુ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment