Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલામાંથી 5 કિલો ગાંજા સાથે એક ઝડપાયો:SOG ટીમે રૂ. 2.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, વધુ તપાસ શરૂ

    21 hours ago

    અમરેલી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) ટીમે રાજુલામાંથી 5.003 કિલોગ્રામ સુકા ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી ગાંજા ઉપરાંત ડિજિટલ વજન કાંટો સહિત કુલ રૂ. 2,50,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમીના આધારે બીડીકામદાર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, મથુરભાઈ ધૈયાભાઈ શિયાળ (ઉંમર 60 વર્ષ), રહે. બીડીકામદાર વિસ્તાર, રાજુલાના મકાનમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 5.003 કિલોગ્રામ સુકો ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ. 2,50,150 છે, અને એક ડિજિટલ વજન કાંટો (રૂ. 500) નો સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 2,50,650 આંકવામાં આવી છે. SOG ટીમે આરોપીને રાજુલા પોલીસને સોંપ્યો છે અને આ સમગ્ર કાર્યવાહી SOG પીઆઈ બી.જી. ઇશરાણી અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:પાસપોર્ટ ઓફિસને ટાર્ગેટ કરી ઈમેલ આવ્યો, સર્ચ બાદ રાહત
    Next Article
    Opinion: Opinion | Is Saudi Arabia Now Quietly Switching Sides In US-Iran War?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment