Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની કોર્ટ બંધ થતા વર્ષે સવા કરોડનો ફાયદો:મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહિલાઓ માટે પિંક ટોયલેટ સહિત રૂ.6.50 કરોડના વિકાસકામોને મંજૂરી

    16 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખર્ચનું ભારણ ઘટાડવા અને વહીવટી સુધારણા લાવવાના હેતુથી વર્ષ 1977થી કાર્યરત મ્યુનિસિપલ કોર્ટને બંધ કરવા માટેનો નિર્ણય લેવાયો છે. જેનાથી કોર્પોરેશનને વર્ષે રૂ.1.15 કરોડનો ફાયદો થશે. આ ઉપરાંત સર્વેશ્વર ચોકમાં રૂ. રૂ.26.35 લાખના ખર્ચે પીંક ટોયલેટ,પ્રાકૃતિક ખેતી કરતા સર્ટીફાઇડ ખેડૂતો માટે ખેડૂત હાટ બનાવવા સહિતની દરખાસ્તો મંજૂર કરાઈ હતી તો કુલ રૂ.6.50 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગમાં કુલ 20 દરખાસ્તો આવી હતી. જેમાં સર્વેશ્વર ચોકમાં એક પિંક ટોયલેટ બનાવવાની દરખાસ્ત હતી. વોર્ડ નં.3 માં એક પબ્લિક ટોયલેટની વાત હતી. સમગ્ર રાજકોટમાં સેન્ટ્રલ ડિવાઇડર, સર્કલની નિભાવણીની દરખાસ્ત હતી. જે બધી દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે અને અંદાજે રૂ.6.50 કરોડ જેવા કામો મંજૂર કરવામાં આવ્યા છે. શહેરના મોચી બજારમાં આવેલી કોર્ટમાં મનપા માટેની સ્પેશિયલ જ્યુડિશ્યલ કોર્ટ ચાલે છે. જેમાં હાલ પૂરતા 13 કેસ જ ચાલુ છે એટલે એ કોર્ટ હાલ બંધ કરીએ છીએ અને જે કેસો ચાલુ છે તે અન્ય કોર્ટમાં શિફ્ટ થશે. જેનાથી અંદાજિત વર્ષે રૂ.1.15 કરોડ જેટલો કોર્પોરેશનને ફાયદો થશે. આ કોર્ટ હાલમાં મોચી બજાર સ્થિત આપણી જે કોર્ટો હતી તેમાં ચાલતી હતી. તેમના ન્યાયાધીશ અને અન્ય સ્ટાફનો ખર્ચો અત્યાર સુધી કોર્પોરેશન ચૂકવણી કરતું હતું. આ ઉપરાંત જે અલગ-અલગ ઠરાવો રાજ્ય સરકારમાંથી આવ્યા કે 24 કલાક બજારો બધી ખુલ્લી રહી શકે, શોપ એક્ટ લાયસન્સ અને ગુમાસ્તા ધારા એ બધું નાબૂદ થયું હોય તો હાલ પૂરતું એ કોર્ટોમાં કેસોનું પ્રમાણ ઘટતું જતું હોવાથી કોર્પોરેશને ખર્ચનું ભારણ ઘટાડવા કોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં. 7માં આવેલા સર્વેશ્વર ચોક પાસે મહિલાઓની સુવિધા માટે રૂ.26.35 લાખના ખર્ચે પીંક ટોયલેટ, શહેરમાં સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓનું મેન્ટેનન્સ વધુ 2 વર્ષ માટે સોંપવા, લાયબ્રેરી વિભાગ માટે 2 નવા વાહનોની ખરીદી કરવા, પ્રાકૃતિક ખેતી કરતા સર્ટીફાઇડ ખેડૂતો માટે ખેડૂત હાટ બનાવવાની જગ્યા ફાળવવા તેમજ ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહની ગ્રાન્ટમાંથી સીસી રોડ સહિતના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વોર્ડ નં. 3માં પે એન્ડ યુઝ અને વોર્ડ નં. 12માં આવાસ યોજનામાં દુકાનોના વેચાણથી આવક મેળવવા જેવી મહત્વની બાબતો મંજૂર કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ જામા મસ્જિદ વિવાદ: જૈન સમાજે મુલાકાત લઈ દાવા કર્યા:જૈન સમાજે સ્થળને આસ્થાનું કેન્દ્ર ગણાવી પરત સોંપવાની માંગ કરી
    Next Article
    ભરૂચમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશને સેન્ટર શરૂ કર્યું:મહિલાઓને રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ આપી આત્મનિર્ભર બનાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment