Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર સ્વપ્નિલ ખરેએ થોરાળામાં રાત્રિ સભા યોજી:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, સ્થળ પર જ નિકાલની ખાતરી આપી

    2 weeks ago

    મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ થોરાળા ગામે રાત્રિ સભા યોજી હતી. આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાંના છેવાડાના નાગરિકોના પ્રશ્નોને વાચા આપવાનો અને સરકારી યોજનાઓનો લાભ સીધો ગ્રામ્ય સ્તરે પહોંચાડવાનો હતો. રાત્રિ સભા પહેલાં, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ થોરાળા ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે સામાન્ય દફતરની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે ગામમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો, પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ અને સરકારી સેવાઓની ઉપલબ્ધતા અંગે પણ સઘન સમીક્ષા હાથ ધરી હતી. કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ રાત્રિ સભામાં તેમણે ગ્રામજનોને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી તેમજ કૃષિ અને રોજગારલક્ષી યોજનાઓ વિશે સરળ શૈલીમાં વિગતવાર સમજ આપી જાગૃત કર્યા હતા. આ મુક્ત સંવાદ દરમિયાન, સ્થાનિક લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અને રજૂઆતોને કલેક્ટરએ સંવેદનશીલતાપૂર્વક સાંભળ્યા હતા. તેમણે સંબંધિત વિભાગોના સંકલન દ્વારા તમામ વ્યાજબી પ્રશ્નોનો વહેલામાં વહેલી તકે ત્વરિત અને હકારાત્મક નિકાલ લાવવા માટે સ્થળ પર જ ખાતરી આપી હતી. આ રાત્રિ સભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, જિલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.વી. શ્રીવાસ્તવ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઇજનેર દિવ્યેશ બાવરવા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી બાદ બોમ્બ-ડોગ સ્કોડનું સર્ચ:રાજ્યની અન્ય પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી રાજ્યભરમાં એલર્ટ, પોલીસનું સઘન સર્ચ ઓપરેશન
    Next Article
    વડોદરામાં કાર ચાલક બાઈકને ટક્કર મારીને ફરાર, CCTV:મોટર સાયકલ 100 ફૂટ દૂર ફંગોળાઈ, ત્રણ મિત્રો એક પછી એક લાઈનમાં ફંગોળાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment