Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કાર ચાલક બાઈકને ટક્કર મારીને ફરાર, CCTV:મોટર સાયકલ 100 ફૂટ દૂર ફંગોળાઈ, ત્રણ મિત્રો એક પછી એક લાઈનમાં ફંગોળાયા

    2 weeks ago

    વડોદરા શહેરમાં 14 જુલાઈ વહેલી સવારે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં VIP રોડ પર થયેલા અકસ્માતોમાં કુલ ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં રક્ષિત કાંડની યાદ અપાવતા ભયાનક હિટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં ત્રણ મિત્રો જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી કારે ભયાનક ટક્કર મારતા બાઈક 100 ફૂટ દૂર ફંગોળાઈ દૂર સુધી જતા સીસીટીવી ફૂટેજમાં દેખાય રહ્યું છે. આ ઘટનામાં કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત શહેરના VIP રોડ પર બન્યો હતો. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. સ્થાનિકોની મદદથી બંને ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર સ્વપ્નિલ ખરેએ થોરાળામાં રાત્રિ સભા યોજી:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, સ્થળ પર જ નિકાલની ખાતરી આપી
    Next Article
    Trump Backs Russia Sanctions Bill Posing 500% Tariff Threat To India: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment