Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકી બાદ બોમ્બ-ડોગ સ્કોડનું સર્ચ:રાજ્યની અન્ય પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી રાજ્યભરમાં એલર્ટ, પોલીસનું સઘન સર્ચ ઓપરેશન

    2 weeks ago

    ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલમાં આવી રહી છે. ત્યારે વધુ એકવાર ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઇલ મળ્યાં છે. અજાણ્યા તત્વો તરફથી ઈમેઈલમાં ધમકી મળતા સમગ્ર રાજ્યના વહીવટી અને સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ગંભીર ધમકીને પગલે સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. ભરૂચ ડિવિઝનલ પોસ્ટ ઓફિસ ખાતે લોખંડી બંદોબસ્ત ધમકીભર્યા ઈ-મેઇલ મળ્યા બાદ તુરંત જ એક્શનમાં આવેલી પોલીસે ભરૂચ ડિવિઝનલ પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાની તમામ નાની-મોટી પોસ્ટ ઓફિસો પર સતર્કતા વધારી દીધી છે. સંવેદનશીલ ગણાતી આ સરકારી કચેરીઓ પર વધારાનો પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે પોલીસ વિભાગ દ્વારા તાકીદે પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ કાફલાએ પોસ્ટ ઓફિસ પરિસરના ખૂણે-ખૂણાની સઘન ચકાસણી હાથ ધરી છે. શંકાસ્પદ વસ્તુઓ અને વિસ્ફોટકોની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ (BDS) અને ડોગ સ્કોડની મદદ લેવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસમાં આવતા તમામ પાર્સલ અને શંકાસ્પદ બેગ્સનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઈમ સહિતની એજન્સીઓ તપાસમાં જોડાઈ આ ધમકીભર્યો ઈ-મેઇલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કયા તત્વો સક્રિય છે, તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ ઈ-મેઇલના આઈપી એડ્રેસ અને તેના સ્ત્રોતને ટ્રેસ કરવા માટે ટેક્નિકલ તપાસ ચલાવી રહી છે. ભય ફેલાવનારાઓ સામે કાર્યવાહી સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, ભયનો માહોલ ઉભો કરનારા અસામાજિક તત્વોને વહેલી તકે શોધી કાઢીને તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂરતું નાગરિકોને ગભરાવાને બદલે સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી:અષાઢી બીજ પૂર્વે વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી
    Next Article
    કલેક્ટર સ્વપ્નિલ ખરેએ થોરાળામાં રાત્રિ સભા યોજી:ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, સ્થળ પર જ નિકાલની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment