Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાવળા-સરખેજ હાઇવે પર ત્રિપલ અકસ્માત:કચરાને કારણે એક્ટિવા સ્લીપ થતા ડમ્પર-બસ અથડાયા; એક ઈજાગ્રસ્ત, ટ્રાફિક જામ

    1 day ago

    અમદાવાદ જિલ્લાના બાવળા-સરખેજ હાઇવે પર આજે ત્રિપલ અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રોડ વિભાગ દ્વારા રોડ પર ઠલવાયેલા કચરા અને કિચ્ચડના કારણે એક્ટિવા ચાલકનું વાહન અચાનક સ્લીપ થઈ ગયું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પર અને લગ્ઝરી બસ વચ્ચે પણ અથડામણ થતાં અકસ્માત વધુ ગંભીર બન્યો હતો. એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે અન્ય કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. હાઇવે પર ટ્રાફિક જામ ત્રિપલ અકસ્માતના કારણે બાવળા-સરખેજ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થાને પૂર્વવત્ કરવા કામગીરી હાથ ધરી હતી અને વાહનવ્યવહારને ધીમે ધીમે સામાન્ય બનાવ્યો હતો. કચરા અને કિચ્ચડના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા પ્રાથમિક તપાસમાં રોડ પર ઠલવાયેલા કચરા અને કિચ્ચડના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા સામે આવી રહી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા બાવળા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં હવે બે DEO કચેરીથી શાળાઓનો વહીવટ ચાલશે:સાબરમતી નદીને આધારે શાળાઓનું વિભાજન, પૂર્વમાં 1,484 અને પશ્ચિમમાં 831 સ્કૂલ; AMC હદ બહારની સ્કૂલો ગ્રામ્ય DEOમાં આવશે
    Next Article
    ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે:રાજકોટમાં આવતીકાલે 26 કિમી લાંબી રથયાત્રા; રાસ અને અઘોરી મંડળી આકર્ષણનું કેન્દ્ર; 1800 જવાનો તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment