Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં હવે બે DEO કચેરીથી શાળાઓનો વહીવટ ચાલશે:સાબરમતી નદીને આધારે શાળાઓનું વિભાજન, પૂર્વમાં 1,484 અને પશ્ચિમમાં 831 સ્કૂલ; AMC હદ બહારની સ્કૂલો ગ્રામ્ય DEOમાં આવશે

    1 day ago

    અમદાવાદના શિક્ષણ વહીવટમાં હવે મોટો ફેરફાર થયો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું. જે બાદ હવે તેના માટે સીમાંકન પણ નક્કી કરવામાં આવ્યું છે. સાબરમતી નદીને કેન્દ્રમાં રાખીને શાળાઓની ફાળવણી કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં 1,483 અને પશ્ચિમ વિસ્તારમાં 891 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે બંને વિસ્તારની શાળાઓનો વહીવટ અલગ-અલગ DEO કચેરીમાં થશે. જેના કારણે શિક્ષણ સંબંધિત કામગીરી વધુ ઝડપી અને સરળ બની શકશે. શિક્ષણ કચેરીને પૂર્વ-પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચણી અમદાવાદ શહેરમાં શિક્ષણ વહીવટને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના નિર્ણય બાદ અમદાવાદ શહેરની શિક્ષણ કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વહેંચણી કરવામાં આવી હતી. તેના માટે સીમાંકન પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. સાબરમતી નદીને કેન્દ્રમાં રાખીને બંને વિસ્તારની શાળાઓની ફાળવણી કરવામાં આવી છે. નવા માળખા મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હેઠળ કુલ 1,484 શાળાઓ આવશે. જ્યારે પશ્ચિમ વિસ્તારની કચેરી હેઠળ 831 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાળાઓનો વહીવટ શહેરની બંને DEO કચેરીઓ હેઠળ અત્યાર સુધી સમગ્ર શહેરની શાળાઓનો વહીવટ એક જ કચેરીમાંથી થતો હોવાથી વિવિધ વહીવટી કામગીરીમાં વિલંબ થતો હતો. પરંતુ હવે બે અલગ કચેરી કાર્યરત થતાં શાળાઓને મંજૂરી, નિરીક્ષણ, માન્યતા, શિક્ષકોના વહીવટી પ્રશ્નો, વિદ્યાર્થીઓને લગતી પ્રક્રિયાઓ અને અન્ય શૈક્ષણિક કામગીરી વધુ ઝડપી અને અસરકારક રીતે થઈ શકશે. અમદાવાદ મહાનગરપાલિકા હદમાં આવતી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો વહીવટ અમદાવાદ શહેરની બંને DEO કચેરીઓ હેઠળ રહેશે, જ્યારે AMCની સીમા બહાર આવેલી તમામ શાળાઓનો વહીવટ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાસે જ રહેશે. નવા વિભાજન બાદ અધિકારીઓ માટે મોનિટરિંગ સરળ રાયખડ ગર્લ્સ સ્કૂલ ખાતે પૂર્વ વિસ્તારની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી શરૂ કરવામાં આવશે. જ્યારે પશ્ચિમ વિસ્તાર માટે હાલની વ્યવસ્થાને અનુરૂપ કચેરી કાર્યરત રહેશે. અમદાવાદમાં શાળાઓની સંખ્યા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પ્રમાણ સતત વધતા એક જ કચેરી પર કામનો ભારે બોજ હતો. અનેક વખત શાળા સંચાલકો, આચાર્યો અને વાલીઓને પ્રમાણપત્ર, NOC, માન્યતા, સ્ટાફ મંજૂરી, RTE, પ્રવેશ અને અન્ય વહીવટી કામ માટે લાંબી રાહ જોવી પડતી હતી. નવા વિભાજન બાદ અધિકારીઓ માટે પણ વિસ્તારવાર મોનિટરિંગ સરળ બનશે.
    Click here to Read More
    Previous Article
    2008 બોમ્બ બ્લાસ્ટ કેસમાં 2223 પેજનો ચુકાદો:હાઇકોર્ટે કહ્યું- આતંક ફેલાવવા માટે એક અત્યંત ક્રૂર અને પૂર્વ આયોજિત આંતરરાજ્ય કાવતરું
    Next Article
    બાવળા-સરખેજ હાઇવે પર ત્રિપલ અકસ્માત:કચરાને કારણે એક્ટિવા સ્લીપ થતા ડમ્પર-બસ અથડાયા; એક ઈજાગ્રસ્ત, ટ્રાફિક જામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment