Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે:રાજકોટમાં આવતીકાલે 26 કિમી લાંબી રથયાત્રા; રાસ અને અઘોરી મંડળી આકર્ષણનું કેન્દ્ર; 1800 જવાનો તૈનાત

    1 day ago

    રાજકોટ શહેરમાં છેલ્લા 19 વર્ષથી અષાઢી બીજના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવાની પરંપરા રહી છે. વર્ષમાં માત્ર એક જ વાર જગન્નાથ જ્યારે ભક્તોને દર્શન આપવા અને નગરચર્ચા કરવા માટે નિજ મંદિરેથી બહાર નીકળે છે, ત્યારે સમગ્ર રાજકોટ જાણે ભક્તિના રંગે રંગાઈ જાય છે. આવતીકાલે 16 જુલાઈ ગુરુવારના રોજ અષાઢી બીજના પાવન અવસરે સવારે 8 વાગ્યે જગન્નાથ મંદિરેથી આ ઐતિહાસિક રથયાત્રાનો મંગલ પ્રારંભ થશે. રથયાત્રાની પવિત્ર પહિંદ વિધિ રાજકોટના રાજવી ઠાકોર સાહેબ માધાતાસિંહ જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કરવામાં આવશે. અત્યારથી વિવિધ સંસ્થાઓ અને મંડળોમાં ભારે ઉત્સાહ અને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વૃંદાવન, ઉજ્જૈનની મંડળી આકર્ષણ જમાવશે આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ભક્તો માટે અનેક વિશેષ આકર્ષણો કેન્દ્રસ્થાને રહેવાના છે, જે નગરજનોને મંત્રમુગ્ધ કરશે. ખાસ કરીને વૃંદાવનની પ્રખ્યાત રાસમંડળી, ભયાવહ અને ભક્તિસભર પ્રસ્તુતિ કરતી અઘોરી મંડળી તેમજ ઉજ્જૈનથી વિશેષ રૂપે પધારનારા સૌથી ઊંચા વિરાટ મહાકાળી માતાજી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ કલાકારો રથયાત્રાના નિર્ધારિત રૂટ પર અલગ-અલગ મુખ્ય ચોક અને ચાર રસ્તાઓ પર પોતાની અદ્ભૂત કલા પ્રદર્શિત કરી નગરજનોને ભક્તિસભર મનોરંજન પૂરું પાડશે. સમગ્ર માહોલ 'જય રણછોડ, માખણ ચોર' ના નારાઓથી ગુંજી ઉઠશે. જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યાથી રથયાત્રા નીકળશે ભગવાનની આ ભવ્ય રથયાત્રા સવારે 8:00 વાગ્યે નિજ મંદિરેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ વિસ્તારોમાં 26 કિલોમીટર લાંબા ઐતિહાસિક રૂટ પર ભ્રમણ કરશે અને ત્યારબાદ સાંજે 7 વાગ્યે પુનઃ નિજ મંદિરે પરત ફરશે. ભગવાનના સ્વાગત માટે શહેરના વિવિધ સાર્વજનિક, ધાર્મિક, રાજકીય સંગઠનો, વેપારી મંડળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ભારે તૈયારીઓ કરવામાં આવી છે. આ 26 કિલોમીટર લાંબા રૂટ પર ઠેર-ઠેર ભગવાન પર પુષ્પવર્ષા કરવામાં આવશે. ફુલહાર પહેરાવવામાં આવશે તેમજ ભક્તો માટે શરબત, ઠંડા પીણા અને વિવિધ પ્રસાદનું વિતરણ કરીને રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓ માટે 250 કિલો ફણગાવેલા મગ અને 150 કિલો ચણાના પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. માંધાતાસિંહના પેલેસ પર ભક્તોને પ્રસાદ વિતરણ કરાશે રથયાત્રાના મંગલ પ્રસ્થાન બાદ સવારે 8:30 વાગ્યાથી આ યાત્રા નિર્ધારિત રૂટ પર આગળ વધશે. જેમાં મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, પુષ્કરધામ મેઇન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા રોડ અને સદરબજાર જેવા વિસ્તારો આવરી લેવાશે. ત્યાંથી આગળ વધીને રથયાત્રા લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, રાજેશ્રી ટોકીઝ રોડ, પેલેસ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, દેવપરા શાકમાર્કેટ, સહકાર મેઈન રોડ, PDM કોલેજ, સ્વામિનારાયણ ચોક, મવડી રોડ ફાયરબ્રિગેડ, રાજનગર ચોક અને નાનામૌવા ચોકડી થઈ અંતે નિજ મંદિરે પરત ફરી પૂર્ણ થશે. આ લાંબા રૂટ પર બપોરે 1:00 વાગ્યે માંધાતાસિંહના ભવ્ય પેલેસ ખાતે રથયાત્રા વિરામ લેશે, જ્યાં તમામ ભક્તજનો પરંપરાગત પ્રસાદ ગ્રહણ કરીને થોડો સમય વિશ્રામ કરશે. રથયાત્રામાં સૌથી પહેલા DJના વાહનો હશે રથયાત્રામાં વાહનોની ગોઠવણી પણ ખૂબ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી છે. રથયાત્રામાં સૌથી આગળ ધૂમ મચાવતા ડીજેના વાહનો રહેશે, જેની પાછળ મનોરંજક અને ભક્તિમય રાસમંડળીઓ ચાલશે. ત્યારબાદ મુખ્ય ત્રણ ભવ્ય રથ જોડાશે, જેમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપશે. આ મુખ્ય રથોની પાછળ પવિત્ર મગના પ્રસાદનો ખાસ રથ ચાલશે અને તેની પાછળ સુંદર રીતે સુશોભિત કરેલા વિવિધ ફ્લોટ્સ ધરાવતા વાહનો જોડાશે. 1800થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓનો બંદોબસ્ત બીજી તરફ રાજકોટ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં આ ઉત્સવ ઉજવાય તે માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. અષાઢી બીજના પર્વે નીકળનારી આ વિશાળ રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસે અત્યારથી જ કમર કસી લીધી છે. યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ 1800થી વધુ પોલીસ જવાનોનો કાફલો રથયાત્રાના સુરક્ષા બંદોબસ્તમાં રાઉન્ડ ધ ક્લોક તૈનાત રહેવાનો છે. 4 DCP, 6 ACP, 23 PIને જવાબદારી બંદોબસ્તની વિસ્તૃત વિગતો આપતા DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઈ શહેર પોલીસ દ્વારા તમામ સુરક્ષા સંબંધી પૂર્વ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ ઉપરની દરેક નાની-મોટી હિલચાલ ઉપર નજર રાખવામાં આવશે. આ સુરક્ષા વ્યવસ્થામાં 4 DCP, 6 ACP, 23 PI અને 91 PSIની સાથે 900 પોલીસ કર્મચારીઓ જોડાશે. આ ઉપરાંત હોમગાર્ડ, SRP અને TRBના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. લોકલ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં એરિયા ડોમિનેશન અને કોમ્બિંગની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. શાંતિ સમિતિની બેઠકો મળી, કોમી એકતા જાળવવા અપીલ શાંતિ સમિતિની બેઠકો અને અટકાયતી પગલાંઓ અંગે માહિતી આપતા જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે દરેક વિસ્તારના સ્થાનિક આગેવાનો અને મૌલવીઓ સાથે ખાસ બેઠકો યોજી કોમી એકતા જાળવવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ, શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી શકે તેવા અસામાજિક તત્વોની યાદી બનાવીને તેમની સામે કડક અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ક્રાઇમ સજ્જ સ્થાનિક પોલીસની સાથે-સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો પણ સાદા વેશમાં ગતિવિધિઓ પર નજર રાખશે. કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા રથયાત્રા પૂર્વે રિહર્સલ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી પણ કરવામાં આવશે. આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ક્રાઇમ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રથયાત્રા દરમિયાન ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખાસ બાજ નજર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સાયબર ટીમ દ્વારા તમામ શંકાસ્પદ એકાઉન્ટ્સ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કોઈપણ વ્યક્તિ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતી, કોમી વૈમનસ્ય ફેલાવતી કે શંકાસ્પદ પોસ્ટ, ઓડિયો અથવા વીડિયો શેર કરશે, તો તેની સામે વિલંબ કર્યાં વિના તુરંત જ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી DCP જગદીશ બાંગરવા અને અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક દ્વારા આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાવળા-સરખેજ હાઇવે પર ત્રિપલ અકસ્માત:કચરાને કારણે એક્ટિવા સ્લીપ થતા ડમ્પર-બસ અથડાયા; એક ઈજાગ્રસ્ત, ટ્રાફિક જામ
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશમાં નિરસતા!, ગ્રેજ્યુએશનની 46,321 સીટ ખાલી:અનુસ્નાતકની 12,054 સામે 8,268 બેઠકો ખાલી રહેતા સત્તાધીશો ચિંતામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment