Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશમાં નિરસતા!, ગ્રેજ્યુએશનની 46,321 સીટ ખાલી:અનુસ્નાતકની 12,054 સામે 8,268 બેઠકો ખાલી રહેતા સત્તાધીશો ચિંતામાં

    2 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંડર ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 87,292 સીટ સામે 40,971 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા છે. એટલે કે 46,321 બેઠક હજુ પણ ખાલી રહી છે. જ્યારે યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશનની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે 12054 સીટ સામે 3786 એડમિશન જ થયા છે. જેથી તેમાં પણ 8,268 સીટ ખાલી છે. જે બતાવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન મેળવવામાં વિદ્યાર્થીઓમાં નિરસતા જોવા મળી રહી છે. સીટો ખાલી રહેતા સત્તાધીશો ચિંતામાં મૂકાઈ ગયા છે. હાલ કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની છૂટ અપાઈ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.એ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ) મારફત અંડર ગ્રેજ્યુએશનમાં પ્રવેશની પ્રક્રિયાનો ઓનલાઇન રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. જેથી હાલ કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની છૂટ આપી દેવામાં આવે છે. હાલ 87292 માંથી 40971 સીટ પર વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 12054 સીટ સામે 3786 વિદ્યાર્થીઓના એડમિશન થયા છે. GCASની લાંબી પ્રક્રિયાને લીધે વિદ્યાર્થીઓ કંટાળ્યા રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જે લાંબી પ્રક્રિયા હોવાને લીધે વિદ્યાર્થીઓ કંટાળી જાય છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ઍડમિશન મેળવી લે છે. GCAS રદ કરવા અથવા ખાનગી યુનિવર્સિટીઓમાં પણ લાગૂ કરવા માટેની માંગ વિદ્યાર્થી સંગઠનો કરી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે:રાજકોટમાં આવતીકાલે 26 કિમી લાંબી રથયાત્રા; રાસ અને અઘોરી મંડળી આકર્ષણનું કેન્દ્ર; 1800 જવાનો તૈનાત
    Next Article
    ગુજરાતમાં 100 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી:17 જુલાઈથી ઓનલાઈન અરજી શરૂ થશે, નવેમ્બરમાં પરીક્ષાની સંભાવના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment