Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ચોમાસા પર અચાનક બ્રેક, ટ્રફ ખસી ગયું, અદાણી પ્રોજેક્ટના વિરોધથી ગુજરાત સરકારને રેલો, હોર્મુઝમાં ટોલ ટેક્સ મુદ્દે ઇરાને ટ્રમ્પની મજાક ઉડાવી

    1 day ago

    નમસ્તે, સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના ધારમાં ભોજશાલા મંદિરને લઈને સરકારને નિર્દેશ આપ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેટ પર આપેલા પોતાના નિવેદનથી 24 કલાકમાં જ ફરી ગયા. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે કોમેડિયન સમય રૈનાને સુપ્રીમ કોર્ટે જોરદાર ફટકાર લગાવી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભારત-યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર લાગુ પડશે. આ અંતર્ગત ભારતીય માલસામાનને યુકેમાં શૂન્ય ટેરિફ પર આયાત કરવામાં આવશે. 2. રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં સુલતાનપુર જિલ્લા અદાલત પોતાનો ચુકાદો સંભળાવશે. 📰 કાલના મોટા સમાચારો 1. ધાર ભોજશાળા પરિસર પાસે દર શુક્રવારે નમાઝ પઢાશે:સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, મુસ્લિમ પક્ષને અલગ જગ્યા આપો, ASI પરિસર સાથે ચેડા ન કરો ધારની ભોજશાળા બાબતે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે નિર્ણય વિરુદ્ધ મુસ્લિમ પક્ષની અપીલ પર સુનાવણી કરવા માટે સંમતિ આપી દીધી છે, જેમાં ભોજશાળાને મંદિર જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, કોર્ટે હાલ પૂરતું ભોજશાળા પરિસરમાં નમાઝ પઢવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો. તેના બદલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો કે શુક્રવારે બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે નમાઝ અદા કરવા માટે ભોજશાળા પરિસરને નજીક આવેલા કોઈ ખુલ્લા સ્થળની વ્યવસ્થા કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કોર્ટની મંજુરી વિના ભોજશાળા પરિસરમાં કોઈ પણ માળખાકીય ફેરફાર કરશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પે હોર્મુઝમાં 20% ટેક્સ લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો:24 કલાકમાં જ યુ-ટર્ન લીધો, ઈરાને મજાક ઉડાવતા કહ્યું હતું- 'અમે થોડો ઓછો લઈશું' ટ્રમ્પે હોર્મુઝમાં 20% ટેક્સ લગાવવાનો નિર્ણય પાછો ખેંચ્યો: 24 કલાકમાં જ યુ-ટર્ન લીધો, ઈરાને મજાક ઉડાવતા કહ્યું હતું- 'અમે થોડો ઓછો લઈશું' અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર 20% ટેક્સ લગાવવાનો પોતાનો નિર્ણય માત્ર 24 કલાકમાં જ પાછો ખેંચી લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું છે કે, મિડલ ઈસ્ટના નેતાઓ સાથેની વાતચીત બાદ તેમણે આ ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. હવે તેના બદલે ખાડી દેશો અમેરિકામાં મોટા પાયે રોકાણ કરશે, જેનાથી અમેરિકામાં લાખો નવી રોજગારીની તકો ઊભી થશે. અગાઉ સોમવારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી 20% ટેક્સ વસૂલવામાં આવશે. જો કે, આ નિર્ણયની વિશ્વના અનેક દેશોએ આકરી ટીકા કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કોમેડિયન સમય રૈનાને સુપ્રીમ કોર્ટની ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ:કહ્યું- અમે આઝાદી આપી જેથી સુધરે પણ કંઈ થયું નહીં, દંડ નહીં ભરે તો 30 લાખ કરી દઈશું સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈના, રણવીર અલાહાબાદિયા, વિપુલ ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર, નિશાંત જગદીશ તંવર પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અદાલતે દિવ્યાંગો પર વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં આ આદેશ આપ્યો છે. તેની સુનાવણી CJI સૂર્યકાંત, જોયમાલ્યા બાગચી અને વી મોહનની બેન્ચે કરી હતી. બેન્ચે કહ્યું કે અમારા આદેશ છતાં રૈનાએ પોતાના શોમાં કોઈ દિવ્યાંગને બોલાવ્યા નહોતા. અદાલતે કહ્યું- અમને લાગે છે કે રૈનાએ અદાલતને ગેરમાર્ગે દોરી અને અમારા આદેશોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું. અમે તેમના પર દંડ ફટકારીએ છીએ, જે 2 અઠવાડિયામાં જમા કરાવવો પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 11 વર્ષમાં ત્રીજી વાર ચોમાસા પર બ્રેક:યુપીમાં અત્યાર સુધી 19%, એમપીમાં 3% ઓછો વરસાદ; અરુણાચલમાં ITBPના 15 જવાન ફસાયા દેશના મોટાભાગના વિસ્તારોમાં જુલાઈમાં ચોમાસાની બ્રેક જેવી સ્થિતિ સર્જાઈ છે. 2015 અને 2021 પછી 11 વર્ષમાં આવું ત્રીજી વખત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના મોટાભાગના વિસ્તારોમાં 6-7 દિવસ સુધી વરસાદની શક્યતા ઓછી છે. જોકે, પૂર્વોત્તર, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં જુલાઈમાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં 241.8 મિમી વરસાદ થયો છે, જે સામાન્ય વરસાદ 250.1 મિમી કરતાં 3% ઓછો છે. જ્યારે, ઉત્તર પ્રદેશમાં 1 જૂનથી 13 જુલાઈ દરમિયાન 161.6 મિમી વરસાદ થયો, જે સરેરાશ 199.7 મિમી કરતાં 19% ઓછો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સુપ્રીમ કોર્ટનો 3 લેંગ્વેજ પોલિસી પર રોક લગાવવાનો ઇનકાર:કહ્યું- કોઈ પણ ભાષા શીખવી ક્યારેય નકામી નથી જતી; CBSEએ આ સત્રથી લાગુ કર્યું સુપ્રીમ કોર્ટે મંગળવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની થ્રી-લેંગ્વેજ પોલિસી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો. આ પોલિસી વર્તમાન 2026-27 સત્રથી લાગુ કરી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ હવે આ મામલે બુધવારે સુનાવણી કરશે. અરજદારોએ પોતાની અપીલમાં કહ્યું કે નવી પોલિસી અનુસાર, વિદ્યાર્થીઓએ બે ભારતીય ભાષાઓ ભણવી પડશે. તેમને તે ભાષાઓ છોડવી પડશે, જે તેઓ ધોરણ 5 થી સતત ભણી રહ્યા છે. આ ઉપરાંત તેમાં અંગ્રેજીને 'બિન-મૂળ' ભાષા માનવામાં આવી. સાથે જ મૂળ ભાષાઓ માટે શિક્ષકો અને પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધતા પર ચિંતા વ્યક્ત કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'અદાણી તારા ઘર આગળ થાંભલો નાખ અમને હેરાન ન કર':મોરબી કલેક્ટર કચેરી સુધી રેલી, 3 વિકલ્પ સાથે આવેદન; મહિલાએ કહ્યું- અમે ભૂખ્યા-તરસ્યા બેઠાં પણ સરકારને દયા ન આવી' ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ માટે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ નીતિના અસ્વીકાર બાદ 'આંદોલન પાર્ટ-3' હેઠળ આજે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી છે. મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200થી 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા. ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ તેમની માંગણી મુજબ વળતરની માગ માટે સરકારને 3 વિકલ્પ આપ્યા છે. જેના માટે આજે આવેદનપત્ર કલેક્ટરને આપ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 2005 પહેલાના બાકી રહી ગયેલા કર્મચારીઓને OPSનો લાભ આપવાની તૈયારી:પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ વિભાગો પાસેથી માહિતી મગાવી 2005 બાદ નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે NPSલાગુ કરવામાં આવી છે. પરંતુ, ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત 60 હજાર કર્મચારીઓ છે કે, જેઓની ભરતી પ્રક્રિયા 2005 પહેલા થઈ હતી પરંતુ, વહીવટી કારણોસર કે કાનૂની વિવાદના કારણે નિમણૂંક 2005 બાદ થઈ હતી. આ તમામ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન સ્કીમ(OPS)ની માગ કરી રહ્યા છે. ત્યારે સરકારે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી નાણા વિભાગના વર્ષ 2024ના ઠરાવ મુજબ જે કર્મચારીઓ OPSમાં જોડાવવા પાત્ર છે તેઓની વિગત મંગાવવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : વાંગચુક 17 દિવસથી ભૂખ હડતાળ પર, વજન 8.2kg ઘટ્યું:CJPએ કહ્યું- સરકારને ચિંતા નથી; ઉદ્ધવ, મહુઆ અને અખિલેશે ભૂખ હડતાળ સમેટી લેવાની અપીલ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બ્રિટનમાં મંદિરની જગ્યા મુસ્લિમોને વેચવા પર વિવાદ:હિંદુ સમાજે હાઈકોર્ટમાં અરજી કરી; હરાજીની પ્રક્રિયા ખોટી હોવાનો આરોપ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર:NIAએ ચાર્જશીટમાં કહ્યું હતું- હાફિઝે જ પહેલગામ હુમલાનું કાવતરું ઘડ્યું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઓસ્ટ્રેલિયામાં મોદીના કાર્યક્રમ પર વિવાદ:આયોજકોએ કહ્યું- પૈસા આપીને લોકોને બોલાવ્યા ન હતા; કોંગ્રેસે કહ્યું હતું- PMના સ્વાગતમાં ભાડેથી લોકો આવ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : SBI ફંડ્સ મેનેજમેન્ટનો IPO આજથી ખુલ્યો, ભરાય કે નહીં?:ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટ્યું, રોકાણ કરતા પહેલાં જાણો 10 મહત્વપૂર્ણ બાબતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અક્ષર પટેલના ઓલરાઉન્ડ પરફોર્મન્સથી ભારત જીત્યું:57 રન બનાવવાની સાથે 4 વિકેટ લીધી, ગિલ-વોશિંગ્ટનની ફિફ્ટી; ઇંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વાર્તા: સંતની ક્રોધી વ્યક્તિને શીખ:ગુસ્સો આવે ત્યારે તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડી ક્ષણ થોભો, નાનો વિરામ વિવાદને ટાળી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ગાંજાના નશામાં પર્વત પર ચડ્યો કૂતરો યુકેમાં એક કૂતરાએ ટ્રેકિંગ દરમિયાન ગાંજા જેવો નશીલો પદાર્થ ખાઈ લીધો. ત્યારબાદ 4,000 ફૂટ ઊંચા પહાડ પર તેની તબિયત બગડી. બચાવ ટીમે સ્ટ્રેચર દ્વારા કૂતરાનો બચાવ કર્યો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 2 લાશ, 2 શહેરો અને મોતની એક જ પેટર્ન: આંગણવાડી જાઉં છું કહીને નીકળેલી ગર્ભવતી મહિલાની હત્યા થઇ, રહસ્યમય રીતે પાડોશીના ઘરમાંથી મૃતદેહ મળ્યો 2. Editor's View: જેના હાથમાં દરિયો તેના કબજામાં દુનિયા: ટ્રમ્પના હોર્મુઝ ટોલ અને હૂથીઓના ધડાકાથી વિશ્વ ભયભીત, પેટ્રોલ-ડીઝલ ભડકે બળી શકે, ભારતમાં આર્થિક અંધાધૂંધીનો ખતરો 3. પારકી પંચાત : અંબાલાલ પટેલ રિસાયા: 'એય ગાડી નહીં આવે જા', ધારાસભ્યની દબંગાઇ, મેલોડીવાળાં મેડમની મજા લીધી, હરખપદુડા નેતાઓએ શબવાહિનીને પણ ના છોડી 4. વંદે માતરમ્ મુશ્કેલ, ઘડિયાની જેમ ગોખી રહ્યા છે મુસ્લિમ બાળકો: બંગાળના મદરેસાઓમાં ગાવાનો આદેશ, મોબાઈલ પર સંભળાવીને શીખવી રહ્યા છે શિક્ષકો 5. આજનું એક્સપ્લેનર: ટ્રમ્પના નજીકના સાથી લિન્ડસે ગ્રાહમનું યુક્રેનથી પરત ફરતા જ મોત, શું રશિયાએ ઝેર આપ્યું? ભારત પર 500% ટેરિફ લગાવવા માટે ઉકસાવતા હતા 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : રામમંદિર ચોરીના આરોપીનો પરિવાર તૂટેલા-ફૂટેલા ઘરમાં છુપાયો: મોટો ભાઈ ભડકીને બોલ્યો- અમને એકલા છોડી દો, જવાબ આપતા-આપતા થાકી ગયા છીએ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મેષ, મકર સહિત 6 રાશિ પર ગ્રહોની કૃપા વરસશે, કન્યા અને કુંભ રાશિએ વેપારમાં જોખમ ન લેવું વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    કર્ણાટક- જજની ખુરશી પર કાળો જાદુ કરવાનો આરોપ:65 વર્ષની મહિલાની ધરપકડ; કેસનો નિર્ણય પોતાની તરફેણમાં કરાવવા માંગતી હતી
    Next Article
    નાસીરનગરમાં ડિમોલિશન માટે મ્યુ. કમિશનરે આદેશ આપ્યાની વોટ્સએપ ચેટ:મેસેજમાં કહ્યું- 'આ કામ વહેલી તકે કરો', નાગરાજનને મેસેજ ફોરવર્ડ કરનાર કોણ?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment