Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા:ચોરી, જુગાર અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપ્યાં

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, જુગાર અને પ્રોહીબીશનના ગુનાઓમાં નાસતા ફરતા પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એસ.ઓ.જી. સ્ટાફને મળેલી બાતમીના આધારે, જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી જાહિદ અબ્બાસ લાખવાને રતનપર દત્તાત્રેય મંદિર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે ગુનામાં સંડોવણી કબૂલી હતી, અને તેને વધુ તપાસ માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળી હતી કે, કાદર કરીમ મમાણી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં 'જય એન્ટરપ્રાઇઝ' કારખાના પાસે ચોરી કે છળકપટથી મેળવેલા કોપર વાયર અને વાહનોના સ્પેરપાર્ટ્સ વેચવા આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કાદર મમાણીને આશરે 15 કિલો કોપર વાયર અને વાહનોના સ્પેરપાર્ટ્સ સાથે ઝડપી પાડ્યો હતો, જેની કિંમત રૂ. 7500 આંકવામાં આવી છે. મુદ્દામાલ અંગે આધાર પુરાવા ન હોવાથી, તેની બી.એન.એસ.એસ. કલમ 106 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પેરોલ ફર્લો સ્કવોડે છેલ્લા એક વર્ષથી સાયલા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી નવઘણ કરમશી ઉઘરેજાને વણકી ગામના બોર્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને સાયલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત પેરોલ ફર્લો સ્કવોડે સીટી એ ડીવી પોસ્ટેના જુગાર ધારા કલમ-12 (અ) મુજબના ગુનાના નાસતા ફરતો આરોપી નિલેશ નટવરલાલ કણજરીયાને રતનપર અવધેશ્વર ટાઉનશીપ ગેટ ખાતેથી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર સીટી એ ડિવીઝન પો.સ્ટેને સોપવામાં આવેલ છે. તેમજ નાસતા ફરતો આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો જગદીશ લાંઘનોજાને રતનપર અવધેશ્વર ટાઉનશીપ ગેટ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    64 વર્ષીય વૃદ્ધાને 10 વર્ષની કેદ:પાડોશમાં રહેતી 59 વર્ષીય મહિલા ઉપર એસિડ નાખ્યું હતું, ખાંડની વાટકી પરત કરવાના બહાને આવ્યા; સોનાનો દોરો લઈ લેવનાઓ ઈરાદો
    Next Article
    AMC ફૂડ વિભાગની કાર્યવાહી:માધુપુરામાંથી 2000 કિલો શંકાસ્પદ મરચું હળદર અને ધાણાજીરું જપ્ત, દુકાનને સીલ મારી દેવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment