Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC ફૂડ વિભાગની કાર્યવાહી:માધુપુરામાંથી 2000 કિલો શંકાસ્પદ મરચું હળદર અને ધાણાજીરું જપ્ત, દુકાનને સીલ મારી દેવાયું

    10 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે જૂના માધુપુરા ઢાળ વિસ્તારમાં આવેલા મસાલાના મેન્યુફેક્ચરિંગ એકમ જય માતાજી ટ્રેડર્સ પર દરોડો પાડીને અંદાજિત 2 હજાર કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણાજીરુનું પાવડરનો જથ્થો જપ્ત કરી સમગ્ર યુનિટને સીલ કરી દીધું છે. જય માતાજી ટ્રેડર્સમાંથી 3 મસાલાના નમૂના લેવાયા હતા AMC ફૂડ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 (FSSAI) અન્વયે જય માતાજી ટ્રેડર્સ ખાતેથી મુખ્ય 3 મસાલાના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં મરચું પાવડર, હળદર પાવડર અને ધાણાજીરું પાવડરનો સમાવેશ થાય છે. આ તમામ 3 નમૂનાઓને ટેસ્ટિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો કોઈ પણ શખ્સો કે વ્યાપારી એકમો શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા માલુમ પડશે, તો તેમની સામે FSSAI તેમજ GPMC એક્ટ અંતર્ગત કડક કાનૂની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રેવીનો નમૂનો 'અનસેફ' જાહેર કર્યો AMC ફૂડ વિભાગ દ્વારા 'જય અંબે ભોજનાલય'માંથી ગ્રેવીનો એક નમૂનો લેવામાં આવ્યો હતો. જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. આ ગ્રેવીનો નમૂનો 'અનસેફ' જાહેર કરવામાં આવ્યો હતો. ગ્રેવીમાં જે મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે 'કેસરીનંદન સ્પાઇસીસ' બ્રાન્ડના હતા. આ બ્રાન્ડનું ઉત્પાદન જુના માધુપુરા ઢાળ ખાતે આવેલ જય માતાજી ટ્રેડર્સના માલિક વિક્રમ કિશોરભાઈ થાવાણી દ્વારા કરવામાં આવતું હતું. ત્યાં જઈને અંદાજે 12.50 લાખની કિંમતનો 2 હજાર કિલો જથ્થો જપ્ત કરાયો છે. જપ્ત કરાયેલા જથ્થાની વિગત
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા:ચોરી, જુગાર અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપ્યાં
    Next Article
    મિરઝાપુરથી સૌરાષ્ટ્ર કનેક્ટેડ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ:રાજકોટમાં વેનીલા કેફેના સંચાલક સહિત 6 આરોપીની 2 દેશી પિસ્તોલ સાથે ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment