Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોટડાસાંગાણીની સરકારી કોલેજમાં‎શિક્ષણ સાથે થઇ રહ્યું છે પ્રકૃતિનું જતન‎:ડિજિટલ ક્લાસરૂમ, 6 હજારથી વધુ પુસ્તકો અને 2 હજાર વૃક્ષથી સજ્જ બન્યું કેમ્પસ

    1 day ago

    સરકારી શાળા-કોલેજો અંગેની નકારાત્મક માનસિકતા બદલાઈ રહી છે ત્યારે કોટડાસાંગાણીની ઠાકોર મૂળવાજી વિનયન કોલેજ આધુનિક સુવિધાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે આગવું ઉદાહરણ બની રહી છે. રાજકોટથી 30 કિમી દૂર સ્ટેટ હાઈવે પર આવેલી આ સરકારી કોલેજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે વિવિધ ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડી રહી છે. 7.5 એકરની પથરાળ જમીન પર 6,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં કોલેજનું બે માળનું આધુનિક બિલ્ડિંગ આવેલું છે. એક ફેકલ્ટી સભ્ય Ph.D. ગાઈડ તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે અને તેમના હેઠળ 7 વિદ્યાર્થીઓ Ph.D. કરી રહ્યા છે. કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ક્લાસરૂમ, ફાયર સેફ્ટી અને CCTVની સુવિધા ઉપલબ્ધ છે. NSS, સપ્તધારા અને ઉદીશા પ્રકલ્પ અંતર્ગત કેરિયર કાઉન્સેલિંગ, રક્તદાન, આંખની તપાસ, આયુર્વેદ કેમ્પ, કારકિર્દીલક્ષી વર્કશોપ, મહિલા સશક્તિકરણ, એન્ટી રેગિંગ અને પ્લેસમેન્ટ ફેર જેવી પ્રવૃત્તિઓ યોજાય છે. લાયબ્રેરીમાં રૂ.11 લાખની કિંમતના 6,000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. રમતગમતની સુવિધા સાથે NAACનું B ગ્રેડ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે 3થી 4 એકરના રમતગમતના મેદાનમાં બાસ્કેટબોલ કોર્ટ, ખો-ખો અને કબડ્ડીના પોલ તેમજ 200 મીટરનો રનિંગ ટ્રેક છે. કોલેજને NAAC દ્વારા 2.24 CGPA સાથે B ગ્રેડ મળ્યો છે. પથરાળ જમીનમાં 2 હજારથી વધુ વૃક્ષો ઉછેર્યાં કોલેજની વિશેષતા તેનું ગ્રીન કેમ્પસ અભિયાન છે. પથરાળ જમીનમાં ખાડા કરી સારી માટીનું પુરાણ કર્યા બાદ પરિસરમાં 2 હજારથી વધુ વૃક્ષોનું જતન કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે આચાર્ય ડો. અલ્પેશ જોષીએ પોતાના અંગત ખર્ચે રૂ.2 લાખથી વધુનો ખર્ચ કર્યો હોવાનું જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    બચાવવા પડેલાં મહિલા પર ધોકાથી હુમલો:ગાંધીનગરના ઇન્દિરાનગરમાં 50 રૂપિયાની તકરારમાં યુવકનું માથું ફોડ્યું
    Next Article
    Watch: Moment Delhi Building Came Crashing Down And Turned Into Rubble

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment