Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    64 વર્ષીય વૃદ્ધાને 10 વર્ષની કેદ:પાડોશમાં રહેતી 59 વર્ષીય મહિલા ઉપર એસિડ નાખ્યું હતું, ખાંડની વાટકી પરત કરવાના બહાને આવ્યા; સોનાનો દોરો લઈ લેવનાઓ ઈરાદો

    8 hours ago

    શહેરના ઈસનપુર વિસ્તારમાં વર્ષ 2022 માં બનેલા બનેલા એસિડ એટેક કેસમાં સિટી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે પાડોશમાં રહેતી 59 વર્ષીય મહિલા પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરવાના ગુનામાં 64 વર્ષીય વૃદ્ધા મુકેશાબહેન સિંગલાને દોષિત ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર મહિલાને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કોર્ટે નોંધ્યું હતું કે એસિડ હુમલાના કારણે ભોગ બનનાર મહિલાની આંખની દૃષ્ટિ ઓછી થઈ ગઈ હતી અને તેમને ગંભીર શારીરિક-માનસિક ક્ષતિ પહોંચી હતી. કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવીને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર મહિલાને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી વસૂલવામાં આવનારી દંડની રકમ પણ પીડિતાને જ આપવાનો હુકમ કરાયો છે. ખાંડની વાટકી પરત લેવાના બહાને ઘરે આવ્યા હતા આ બનાવ 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ સવારે ઈસનપુરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં બન્યો હતો. 59 વર્ષીય ભોગ બનેલી મહિલા પોતાના ઘરમાં એકલા હતા, ત્યારે સામે રહેતા આરોપી મુકેશાબેન સિંગલા ખાંડની વાટકી પરત લેવાના બહાને તેમના ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેમણે મહિલાની સોનાની ચેઈનની ડિઝાઇન જોવાની અને મોબાઈલમાં ફોટો પાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભોગ બનનાર મહિલા જ્યારે ચેઈન બતાવીને તેને પરત તિજોરીમાં મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપી મુકેશાબેને પાછળથી તેમના માથા અને આંખો પર જ્વલનશીલ પ્રવાહી નાખી દીધો હતો. બેડ પર ધક્કો મારી દીધો અને ગળું દબાવી ફેંટો મારી હતી એસિડ પડતાં જ ભોગ બનનારે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આરોપીએ તેમને બેડ પર ધક્કો મારી દીધો હતો, ગળું દબાવી ફેંટો મારી હતી અને ઝપાઝપીમાં સોનાની ચેઈન તોડી નાખી હતી. બૂમો સાંભળીને પડોશીઓ તેમજ પીડિતાના દીકરી-જમાઈ દોડી આવતા આરોપી મુકેશાબેન ભાગી ગયા હતા. આ મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આરોપી મુકેશા સિંગલાને 10 વર્ષની સખ્ત કેદની સજા કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે સાક્ષીઓ અને 14 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, હાલના સમયમાં દિન-પ્રતિદિન આવા ગંભીર બનાવો વધી રહ્યા છે, ત્યારે સમાજમાં એક દાખલો બેસે તે રીતે આરોપીને સખ્ત સજા ફટકારવી જરૂરી છે. કોર્ટે મહિલા આરોપી મુકેશાબહેન સિંગલાને 10 વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી છે.
    Click here to Read More
    Previous Article
    કેપ્ટન શુભમનની ચોગ્ગા સાથે ફિફ્ટી:શ્રેયસ સાથે 60+ રનની ભાગીદારી, રોહિત-કોહલી સસ્તામાં આઉટ; ઇંગ્લેન્ડે 259 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા:ચોરી, જુગાર અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment